(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્રારા)
Prabhaspatan તા.૨૬
Veraval આગામી તહેવારો અને શિયાળાની દરમિયાન મુસાફરોના વધારાના રશને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ’ટ્રેન ઓન ડિમાન્ડ’ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. વેરાવળ રેલવે સલાહકાર સમિતિ દ્વારા મુસાફરોની સુવિધા માટે રજૂઆતો અને સતત માંગણીઓ કરવામાં આવી હતી, જેને ધ્યાને રાખીને રેલવે પ્રશાસન દ્વારા વેરાવળ-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનની સેવા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બદલ વેરાવળ રેલવે સલાહકાર સમિતિ પશ્ચિમ રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કરે છે અને આ નિર્ણયને વધાવે છે.
નવા સમયપત્રક મુજબ, ટ્રેન નંબર ૦૯૨૦૩ (વેરાવળ થી હરિદ્વાર) દર મંગળવારે ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૪ નવેમ્બર ૨૦૨૬ સુધી (કુલ ૬ ફેરા) અને ટ્રેન નંબર ૦૯૨૦૪ (હરિદ્વાર થી વેરાવળ) દર બુધવારે ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૫ નવેમ્બર ૨૦૨૬ સુધી (કુલ ૬ ફેરા) ચાલશે. આ નિર્ણયથી તહેવારોમાં પ્રવાસ કરતા મુસાફરો અને હરિદ્વારની યાત્રાએ જતા યાત્રાળુઓને મોટો ફાયદો થશે. અમે વેસ્ટર્ન રેલવે ભાવનગર, ભાવનગર તથા પશ્ચિમ રેલવેના તમામ અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ.

