Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh: ૧૩ શિક્ષકોને ક્લીનચીટ અપાવવા ૧૦ લાખની લાંચની ઓફર, નોબેલ આયુર્વેદિક કોલેજના બે સામે સીબીઆઇ એફઆઇઆર
    જૂનાગઢ

    Junagadh: ૧૩ શિક્ષકોને ક્લીનચીટ અપાવવા ૧૦ લાખની લાંચની ઓફર, નોબેલ આયુર્વેદિક કોલેજના બે સામે સીબીઆઇ એફઆઇઆર

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026Updated:September 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૨૬

    Junagadhની નોબેલ આયુર્વેદિક કોલેજ સાથે જોડાયેલો લાંચનો ગંભીર મામલો સામે આવ્યો છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનની તપાસમાં કોલેજના ૧૩ ફેકલ્ટી સભ્યોની હાજરી અને તેમની વાસ્તવિકતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ શિક્ષકોને કાગળ પર કાયદેસર ઠેરવવા અને તપાસમાં સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે ૧૦ લાખની લાંચની ઓફર કરવામાં આવી હોવાનો આરોપ છે.આ મામલે સીબીઆઇ નવી દિલ્હીએ નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નાલવડે સામે એફઆઇઆર નોંધી છે. આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર અને સરકારી કર્મચારીને લાંચ આપવાની ઓફર સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

    મળતી માહિતી મુજબ,એનસીઆઇએસએમ નવી દિલ્હી સાથે સંકળાયેલી હિયરિંગ કમિટીના સભ્ય અને લખનૌની આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રૂપાલી આર. મહાડીકને નોબેલ આયુર્વેદિક કોલેજના ૧૩ ફેકલ્ટી સભ્યો અંગેની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ૧૩ શિક્ષકો વાસ્તવમાં કોલેજમાં ફરજ બજાવે છે કે માત્ર દસ્તાવેજોમાં જ દર્શાવવામાં આવ્યા છે, તે અંગે ચકાસણી કરવાની હતી.

    તપાસ દરમિયાન પ્રોફેસર ડૉ. અભય નાલવડેએ ડૉ. રૂપાલી મહાડીકનો વોટ્‌સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો હોવાનો આરોપ છે. આ વાતચીત દરમિયાન ૧૩ શંકાસ્પદ ફેકલ્ટી સભ્યોના પક્ષમાં સાનુકૂળ રિપોર્ટ આપવા માટે લાંચની ઓફર કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ ૨૦ ઓગસ્ટે થયેલી વોટ્‌સએપ વાતચીતમાં નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી પણ જોડાયા હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ,૧૩ શિક્ષકોના નામ ક્લિયર કરીને સકારાત્મક રિપોર્ટ આપવા બદલ કુલ ૧૦ લાખ ચૂકવવાની ઓફર કરવામાં આવી હતી.

    લાંચની ઓફર મળ્યા બાદ ડૉ. રૂપાલી મહાડીકે સમગ્ર મામલેએસીઆઇએસએમના પ્રમુખ ડૉ. મુકુલ પટેલને જાણ કરી હતી. તેમને આરોપીઓ સાથે સંપર્કમાં રહીને વધુ પુરાવા અને વાતચીતના રેકોર્ડ એકત્રિત કરવાની સૂચના આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ લાંચની ઓફર સંબંધિત કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. પૂરતા પુરાવા મળ્યા બાદ ડૉ. રૂપાલી મહાડીકે સીબીઆઇ, નવી દિલ્હી સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી.ફરિયાદ મળ્યા બાદ સીબીઆઇ દ્વારા પ્રાથમિક/ખાનગી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાંચની ઓફર અંગેના પુરાવા મળ્યા હોવાના આધારે અંતે પ્રતીક મોરી અને ડૉ. અભય નાલવડે સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. સીબીઆઇના એસપી આઈ. બી. પેન્ધારીના જણાવ્યા પ્રમાણે, ફોન કોલ સંબંધિત પુરાવાઓના આધારે બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની વિગતવાર તપાસ સીબીઆઇના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.

    નોબેલ આયુર્વેદિક કોલેજ સાથે જોડાયેલા આ કેસને પગલે યુનિવર્સિટી પ્રશાસનમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને કોલેજના ફેકલ્ટી સંબંધિત તપાસના સાનુકૂળ પરિણામ માટે લાંચની ઓફર કરવામાં આવી હોવાના આરોપે મામલો ગંભીર બન્યો છે. આ અંગે નોબેલ યુનિવર્સિટીના વાઇસ ચેરમેન ગિરીશ કોટેચા અને એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ઉપલબ્ધ માહિતી મુજબ બંનેએ ફોન રિસીવ કર્યો ન હતો અને આ મામલે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. હાલ સીબીઆઇ દ્વારા નોંધાયેલા ગુનાની તપાસ આગળ વધી રહી છે.

    Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePunjab માં ડ્રગ્સના મુદ્દાથી લઈને બૂથ સુધી, ભાજપે ચૂંટણી તૈયારીઓ માટે રોડમેપ તૈયાર કર્યો
    Next Article Sargodha પછી, ભારતે પાકિસ્તાનના સ્કાર્દુ એરબેઝને નિશાન બનાવ્યું, સીડીએસ ચૌહાણનો મોટો ખુલાસો
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026
    જૂનાગઢ

    Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ

    September 2, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીરના સિંહોનું સંરક્ષણ માત્ર વન વિભાગની નહીં, સૌરાષ્ટ્રની સામૂહિક જવાબદારી વન વિભાગની અપીલ

    August 29, 2026
    જૂનાગઢ

    Junagadh: માળીયા (હાટીના) ના આશિંદ્રા ગામે ઉંદર મારવાની દવા ખાઈ જતા યુવાનનું મોત

    August 28, 2026
    જૂનાગઢ

    Junagadh: મેંદરડા નજીક કાર અકસ્માતમાં પતિના મોત બાદ મહિલાએ સારવારમા દમ તોડ્યો

    August 28, 2026
    જૂનાગઢ

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-09-2026 16:58
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.