New Delhi,તા.૨૩
દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ અંગે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યોને અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે અને વિવિધ મુદ્દાઓ પર જવાબ માંગ્યા છે. કોર્ટે ખાસ કરીને કોલસા આધારિત ઉદ્યોગો, બાંધકામ અને તોડી પાડવા દરમિયાન ઉત્પન્ન થતી ધૂળ અને વાહનોથી થતા પ્રદૂષણને દૂર કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો માંગી હતી.
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સતત હવા ગુણવત્તાના મુદ્દાઓને સંબોધવા માટે, સીજેઆઇ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે તે હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશનની ભલામણોના આધારે ૧૨ માર્ચે વાહનોના વાયુ પ્રદૂષણના મુદ્દાની તપાસ કરશે. બાંધકામ અને તોડી પાડવાથી થતી ધૂળને દૂર કરવા માટે સીએકયુએમ દ્વારા સૂચવેલ પદ્ધતિઓ પર તમામ હિસ્સેદારો પાસેથી જવાબો પણ માંગ્યા.
દિલ્હીના ૩૦૦ કિલોમીટરના ત્રિજ્યામાં કોઈ નવા કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત ન કરવાની ભલામણ પર બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો હતો. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને એનસીઆરમાં કાર્યરત કોલસા આધારિત ઉદ્યોગો સહિત તમામ હિસ્સેદારો પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવતી જાહેર નોટિસ જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નોટિસોને કોર્ટ દ્વારા જારી કરાયેલ નોટિસ ગણવામાં આવશે, અને રાજ્યોને પ્રાપ્ત પ્રતિસાદની વિગતો આપતો “એક્શન ટેકન પ્લાન” સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે.
તેણે કેન્દ્ર સરકારના મંત્રાલયોને દ્ગઝ્રઇ માં કોલસા આધારિત ઉદ્યોગોને ધીમે ધીમે દૂર કરવાના હેતુથી સંયુક્ત દરખાસ્ત રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. બેન્ચે આદેશ આપ્યો હતો કે દરખાસ્ત પહેલા ઉદ્યોગોને ઓળખશે અને તેમને કયા વૈકલ્પિક ઇંધણ સ્ત્રોતો પૂરા પાડી શકાય તે નક્કી કરશે.
બેન્ચે દિલ્હી સરકારને ઝ્રછઊસ્ દ્વારા સૂચવેલા આ લાંબા ગાળાના ઉકેલોને અમલમાં મૂકવા માટે ચોક્કસ કાર્ય યોજના રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. બેન્ચે જણાવ્યું હતું કે, “આયોગે સંબંધિત એજન્સીઓની ઓળખ કરી છે જે કાર્યવાહી કરે તેવી અપેક્ષા રાખે છે. તેથી, અમે દિલ્હી સરકારને આ પગલાં અમલમાં મૂકવા માટે પ્રસ્તાવિત કાર્ય યોજના રજૂ કરવાનો નિર્દેશ આપીએ છીએ.” દિલ્હી-એનસીઆરમાં વાહનોની અવરજવરને કારણે વધતા પ્રદૂષણનો મુદ્દો પણ સામે આવ્યો. બેન્ચે કહ્યું કે આ મુદ્દાની તપાસ કરવાની જરૂર છે. કોર્ટે હવે આ મામલાની સુનાવણી માટે ૧૨ માર્ચની તારીખ નક્કી કરી છે.

