Gandhinagar,તા.01
જો તમો હિન્દુ હો અને ફકત કોર્ટ મેરેજથીજ લગ્નગ્રંથીથી જોડાવા માંગતા હો તો પણ કમ સે કમ અગ્નિની સાક્ષીએ સાત ફેરા તો ફરવા જ પડશે. એટલે કે સપ્તપદીની વિધિ વગર હિન્દુ લગ્ન અધુરા ગણાશે. ફકત સામાજીક કે પછી ધાર્મિક દ્રષ્ટિએ જ નહી કાનુની રીતે પણ લગ્ન માટે હિન્દુઓએ સપ્તપદીના સાત ફેરા ફરવા જરૂરી છે.
હાલમાં જ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ઈલેશ વોરા અને ન્યાયમૂર્તિ આર.ટી.વાછાણીની ખંડપીઠે તા.23 જૂનના આવેલા એક આદેશમાં આ નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતુ. બ્રિટન સ્થિત કૌશલ સાનારે તેના લગ્નને ફેમીલી કોર્ટ તેના લગ્નને રદબાતલ ગણવા ઈન્કાર કર્યો હતો.
તેણે હાઈકોર્ટ સમક્ષ આપેલી માહિતી મુજબ તેને આ કહેવાતા લગ્નની ભારે જાણ થઈ જયારે એક મહિલાએ તેના માતા-પિતાનો સંપર્ક કરી લગ્ન સર્ટીફીકેટ બતાવી તેના પુત્રની પત્ની હોવાનો દાવો કર્યો હતો.
તેણે કોર્ટમાં જણાવ્યું કે, કદી હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા નથી અને તેમાં પતિ-પત્ની તરીકે કદી સાથે રહ્યા નથી અને લગ્ન સર્ટી પર જે સહી છે તે પણ છેતરપીંડીથી લેવામાં આવી છે. હાઈકોર્ટે નોંધ્યુ કે મહિલાએ ફેમીલી કોર્ટ પાસે પણ સ્વીકાર્યુ કે તેમના લગ્ન હિન્દુ લગ્ન વિધિ મુજબ થયા નથી અને બન્ને કદી પતિ-પત્નીના સંબંધો બાંધ્યા નથી.
આ સંજોગોમાં લગ્નને રદબાતલ નહી ગણવામાં ફેમીલી કોર્ટે ભુલ કરી છે. હાઈકોર્ટે હિન્દુ લગ્ન ધારાની કલમ 7ને આગળ ધરતા હિન્દુ લગ્ન એ પ્રસ્થાપીત વિધિ- સપ્તપદીના સાત ફેરા વિ. પ્રક્રિયાથી થવા જરૂરી છે તે હિન્દુ લગ્નનો મૂળભૂત પાયો છે અને તે સામાજીક તથા કાનુની દરજજો આપે છે.
હવે આ લગ્નમાં તે પ્રક્રિયા પુરી થઈ નથી તે નિશ્ચિત થયુ છે. હાઈકોર્ટે એ નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે લગ્ન એક પવિત્ર બંધન છે તેને ફરી સંગીત અને ડાન્સ જેમ ગણવુ જોઈએ નહી કે મફત ખાણીપીણી જ નથી પણ સમગ્ર વિધિ એક સમાનતા-સન્માન અને સંમતી આધારીત છે.
હાઈકોર્ટે યુવા વર્ગને લગ્નવિધિ પાછળની ગંભીરતા સમજવા સલાહ આપી હતી. ભલે આપણે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ લગ્નવિધિ ધરાવતા હોઈએ પણ તેની ઉંડી આધ્યાત્મકતા પણ છે.

