Amreli તા.09
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તથા જાફરાબાદ પંથકમાં બે અલગ અલગ બનાવમાં એક મહિલા તથા એક યુવતિએ ગળાફાસો ખાઇ લેતાં બંનેનાં મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
આ પ્રથમ બનાવમાં સાવરકુંડલા ગામે જેસરરોડ ઉપર આવેલ ગીતાંજલી સોસાયટીમાં રહેતાં અનસુયાબેન મુકેશભાઇ પાચાણી નામની ૪૫ વર્ષીય મહિલાની દિકરીની સગાઇ થતી ન હોય અને છેલ્લા બે વર્ષથી તેણી ટેન્શનમાં રહેતા હોય જેથી ગત તા.૭ ના રોજ સવારે ૧૦/૩૦ વાગ્યાના સમયે પોતે પોતાની મેળે પોતાના ઘરે ગળાફાસો ખાઇ લેતાં મહિલાનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
જ્યારે બીજા બનાવમાં જાફરાબાદ તાલુકાના કડિયાળી (સીદીનુ) ગામે રહેતી અસ્મિતાબેન અરજણભાઇ પરમાર નામની ૧૮ વર્ષીય યુવતીએ ગત તા.૭ ના રોજ બપોરે ૪/૩૦ વાગ્યે કડિયાળી ગામે પોતાના ઘરે કોઇપણ કારણોસર પોતાના ઘરે પોતાની મેળે ઘરમાં ઘરના આડસર સાથે ગળાફાસો ખાઇ લેતાં તેણીનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

