Morbi તા.30
મોરબી તાલુકાના ઘુટુ ગામે ખેતરમાં થ્રેસર મશીનમાં ચણા કાઢવા માટેનું કામ ચાલુ હતું તે દરમિયાન મહિલાએ માથામાં બાંધેલી ચુંદડી મશીનમાં ફસાઈ જવાના કારણે શ્રમિક મહિલાનું માથું મશીનમાં આવી ગયું હતું જેથી માથું ધડથી અલગ થઈ જવાના કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા મુકેશભાઈ ડામોરના પત્ની પાર્વતીબેન ડામોર (32) નામની મહિલા ખેતરમાં કામગીરી કરી રહ્યા હતા .
ત્યારે માથામાં બાંધેલી ચૂંદડી થ્રેસર મશીનમાં ફસાઈ જવાના કારણે માથું ધડથી અલગ થઈ ગયું હતું જેથી તે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આધેડનું લોહીની ઉલ્ટી થયા બાદ મોત
મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ લોટસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા હરેશભાઈ અમરશીભાઈ મોરડીયા (54) નામના આધેડને કેન્સરની બીમારી હતી અને તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેઓને લોહી ઉલટી થઈ હતી તેથી તેને સારવાર ખાતે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.
દારૂ અંગે દરોડા:-
મોરબીના વાવડી રોડ પર આવેલ બાપા સીતારામ ની મઢૂલી પાસે એકટીવા નંબર જીજે 36 એ કે 7929માં જઈ રહેલા બે શખ્સો પાસેથી દારૂની નાની 16 બોટલ મળી આવતા 1280 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયા ની કિંમત નું વાહન કબજે કર્યું હતું અને આરોપી નવઘણ રઘુભાઈ ડેડાણીયા (28) રહે લાયન્સનગર ચરમાળીયા દાદા ના મંદિર પાસે તેમજ કિરીટ મનજીભાઈ દેત્રોજા (44) રહે. વાવડી રોડ ગાયત્રી નગરની ધરપકડ કરી હતી.
અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કારો રહે. લાતી પ્લોટ પાસેથી બોટલો મેળવી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
વાવડી રોડ ઉપર એકટીવા નંબર જીજે 36 એએસ 5283 માંથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ તથા 50 હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ 50300 ની કિંમતના મુદ્દામાલ સાથે કિશોરસિંહ ઉદુભા ઝાલા (46) રહે પ્રધાનમંત્રી આવાસ યોજના ધરપકડ કરેલ છે આ બોટલ તેણે અશોક ડાયાભાઈ પાટડીયા અને વિશાલ અશોકભાઈ પાટડીયા રહે. વાવડી રોડ પાસેથી લીધી હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેયની સામે ગુનો નોંધી બાકીના બે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

