Junagadh, તા.7
જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ધોરણ 12 કોમર્સના જાહેર થયેલા પરિણામોમાં કાયરોટા ગામના પ્રતિભાશાળી વિદ્યાર્થી યોગી પ્રકાશભાઈ ડાવરિયાએ 99.99 પર્સેન્ટાઇલ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ સિદ્ધિ માત્ર પરિવાર અને શાળા માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
યોગીએ કુલ 700માંથી 680 ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને તમામ વિષયોમાં A1 ગ્રેડ સાથે શ્રેષ્ઠતા દાખવી છે. વિષયવાર પ્રદર્શન મુજબ ગુજરાતી વિષયમાં 95, અંગ્રેજીમાં 87, જ્યારે અર્થશાસ્ત્ર, ઓર્ગેનાઈઝેશન ઓફ કોમર્સ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટન્સીમાં 99 ગુણ મેળવી ઉત્તમ પ્રતિભા દર્શાવી છે.
યોગીની આ સફળતા પાછળ તેની સતત મહેનત, સંયમિત અભ્યાસ અને યોગ્ય માર્ગદર્શનનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. પરિવારજનો અને શિક્ષકવર્ગે પણ આ સફળતામાં મહત્વનો હિસ્સો ભજવ્યો છે.
પરિણામ જાહેર થતાં જ પરિવાર, શાળા અને ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. કાથરોટા માધ્યમિક શાળામાં તરત સન્માન કરવામાં આવ્યું શાળાન આચાર્ય દીપક ભાઈ ઓરિયા અને બે વાર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક બળદેવપરી સાહેબ દ્વારા જબરજસ્ત સોશિયલ મીડિયામાં પરિમાણ શેર કરવામાં આવ્યું હતું
યોગીનો આ ઉત્કૃષ્ટ પ્રદર્શન અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. ભવિષ્યમાં તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનીને દેશની સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

