Una ,તા.20
ઉના તાલુકાના ડોળાસાના 57 વર્ષીય આધેડ મનુભાઈ અમરસિંહભાઈ મોરીનું તડ ચેકપોસ્ટ નજીક બાઈક સાથે ગાય અથડાતા મૃત્યુ થયું છે. આ ઘટના રાત્રિના સમયે બની હતી. મનુભાઈ મોરી (ઉં.વ. 57) પોતાની બાઈક (નંબર ૠઉં 32 ઈ 3534) પર દીવથી ડોળાસા તરફ જઈ રહ્યા હતા. તડ ચેકપોસ્ટ પાસે એક ગાય રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે તેમની બાઈક સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં મનુભાઈ રોડની સાઈડમાં ફેંકાઈ ગયાહતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જતેમનું મોત નીપજ્યું હતું.તબીબોએ તેમને મૃત જાહેર કરતા, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો હોસ્પિટલ પહોંચતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.ઉનાતાલુકા ના કેસરિયાથી તડ તરફનો આ રસ્તો અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે, જ્યાં વારંવાર અકસ્માતો થાય છે. સ્થાનિકો દ્વારા તંત્રને અકસ્માત નિવારવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
ઊનાના કાણકબરડા ગામે ઉમેજ રોડ પર આવેલો પાણી પુરવઠાના કુવા પરથી રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા ત્યાં રહેલી ઓરડી ની બહાર થી કુવા સુધી સર્વિસ નો વચ્ચેથી ટુકડો કરી અને અંદાજે 50 થી 60 ફૂટ ચોરી કરી અને નાસી છૂટ્યા હતા.જોકે સવારે પાણી છોડવા માટે લાઈનમેન મોટર ચાલુ કરવા જતા મોટર લોડ ન લેતા તેઓએ તપાસ કરતા ત્યાં સર્વિસ કાપીને ચોરી થયેલી હતી.
બાદમાં તેને ગ્રામ પંચાયતના સરપંચ ને જાણ કરતા સરપંચ અને ઉપસરપંચ ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને નિરીક્ષણ કર્યું હતું .સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે નવી સર્વિસ મંગાવીને ગામમાં પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી.

