Morbi.તા.30
કાર અને એકટીવા પડાવી, પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતા પોલીસ ફરિયાદ
મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા હોય છે મોરબીના યુવાનનો આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ઊંચા વ્યાજે રૂપિયા આપી બાદમાં વ્યાજખોરોએ બળજબરીથી એકટીવા અને કાર પડાવી લીધા હતા તેમજ પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપ્યાની નવ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
મોરબીની ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા દેવ ચેતનભાઈ સોરીયા નામના યુવાને આરોપીઓ જયરાજ લુવાણા, દેવ લુવાણા, હિમેશ મખીજા, વિશાલભાઈ, વિશાલ બોરીચા, સાગર બારડ, સઈદ અકરમ કાદરી, મારાજ અને આફ્રિદ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી યુવાને ફ્લેટ અને વેન્યુ કારના હપ્તા ભરવા માટે રૂપિયાની જરૂરત પડતા તા. ૨૫-૧૦-૨૪ ના રોજ જયરાજ લુવાણા પાસેથી રૂ ૧૪ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા જેને બદલે સહી વાળો ચેક લીધો હતો અને વધુ રૂપિયાની જરૂરત પડતા જયરાજ પાસેથી રૂ ૪ લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા જેના બદલે એક સહી વાળો ચેક અપાયો હતો તેમજ પાંચ મહિના પૂર્વે હિમેશ મખીજા પાસેથી રૂ 2 લાખ વ્યાજે લીધા હતા જેને ચારેક મહિના સુધી વ્યાજ ચુક્વ્યૂહ તું હિમેશે વચ્ચે રહીને નાઈટ લાઈફ કાફેમાં કામ કરતા વિશાલ પાસેથી રૂ ૫ લાખ માસિક રૂ ૧૫ હજારના વ્યાજ દરે અપાવ્ય હતા
તેમજ વિશાલ બોરીચા પાસેથી ૫૦ હજાર વ્યાજે લીધા હતા અને વિશાલને રોજ રૂ ૪૦૦ વ્યાજ ચૂકવતો હતો અને કુલ ૨૦ હજાર વ્યાજ પેટે ચૂકવેલ બાદમાં વ્યાજ ચૂકવી નહિ સકતા વિશાલે એકટીવા જીજે ૩૬ એએફ ૬૭૭૫ બળજબરીપૂર્વક લઇ લીધું હતું અને તા. ૦૧-૦૪-૨૫ ના રોજ વ્યાજની રકમ ચુકવવા સાગર બારડ પાસેથી ઓનલાઈન રૂ ૪૦ હજાર વ્યાજે લીધા હતા અઢી મહિના પૂર્વે સઈદ કાદરી પાસેથી ઓનલાઈન રૂ 1 લાખ હાથ ઉછીના લીધા હતા અને રૂ ૭૦ હજાર રોકડા લીધા હતા આજસુધીમાં તેને રૂ ૫૦ હજાર વ્યાજ પેટે ચૂકવી આપ્યા છે બે મહિના પહેલા ફ્લેટ અને વેન્યુ કારના હપ્તા ભરવા મારાજ પાસેથી રૂ ૫૦ હજાર વ્યાજે લીધા હતા અને આફ્રિદ શેખ પાસેથી રૂ ૭૦ હજાર લીધા હતા જેને બદલે કોરો ચેક લીધો હતો આરોપીઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વેન્યુ કાર લઇ ગયા હતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી વિશાલભાઈ, સાગર બારડ, સઈદ અકરમ કાદરી, મારાજ અને આફ્રિદ શેખ એમ પાંચ આરોપીને ઝડપી લીધા છે તેમજ અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે