Surendranagar, તા.20
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીગ્રામ્યમાં રહેતા પરિવારની સગીર દિકરીને સડલા ગામનો યુવાન 2 વાર ભગાડીને લઈ ગયો છે. આ અંગે સગીરાના પિતાએ મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મૂળી ગ્રામ્યમાં રહેતા પરિવારને સંતાનમાં 2 દિકરી અને 1 દિકરો છે. જેમાં મોટી દિકરી હાલ 17 વર્ષ, 9 માસ અને 23 દિવસની છે. તા. 23-3-26ના રોજ બપોરે સગીરા દરણુ દળાવવાનું કહી ઘરેથી ગઈ હતી.
પરંતુ સાંજ સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જેમાં પરિવારના વડિલે 6 માસ પહેલા એક છોકરો આપણી દિકરીને મળવા ઘરે આવ્યો હતો અને હું જોઈ જતા તેનું નામ પુછતા તે સડલાનો મેઘરાજ હરીભાઈ ઉદેશા હોવાનું જણાવ્યુ હતુ. અને ફરી અહીં નહી આવુ કહી મેઘરાજ જતો રહ્યો હતો.
આથી સગીરાના પરિવારજનોએ સડલા તપાસ કરતા મેઘરાજ પણ હાજર હતો નહી. બાદમાં 4-5 દિવસ પછી સગીરા ઘરે પરત આવી જતા પરિવારજનોએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. જયારે તા. 9-4-26ના રોજ મોડી રાત્રે સગીરાની માતાએ જાગીને જોયુ તો સગીરા તેની પથારીમાં હતી નહી.
આથી ફરી સડલા તપાસ કરાતા મેઘરાજના ઘરે તાળા મારેલા હતા. આથી તા. 14-4ના રોજ મોડી સાંજે સગીરાના પિતાએ સડલાના મેઘરાજ ઉદેશા સામે સગીર દિકરીને ભગાડી ગયાની પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવતા તપાસ પીઆઈ ડી. આર. બારૈયા ચલાવી રહ્યા છે.

