Rajkot,તા.16
શહેરમાં દારૂ જુગાર ની પ્રવૃત્તિ કડક હાથે ડામી દેવા ના આદેશના પગલે પોલીસે દારૂનો વેપલો કરતા તત્વો પર ધોષ બોલાવી છે,આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રામનાથ પરા માં દારૂ નો વેપલો થતો હોવાની બાકીના આધારે પોલીસે રેડ કરી રેણાક મકાનમાંથી દારૂના ચપલા સાથે એકને ઝડપી લીધો હતો .એ ડિવિઝન પોલીસમાં મથક ની હદમાં રામનાથ પરા શેરી નંબર છ ના ખૂણા પાસે રહેતા બિલાલ નજીર યુસુફી ના મકાનમાં પોલીસે રેડ કરી અલગ અલગ પ્રકારની દારૂની નાની બોટલ ચપલા ૧૨ નંગ અને ૪ અડદિયા મળી 16 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1800 સાથે બિલાલને ઝડપી કોન્સ્ટેબલ વિજયભાઈ નકુમભાઈ મકવાણા એ ફરિયાદ નોંધાવી કેવી બોરીચાએ તપાસ હાથ ધરી છે