Surendranagar,તા.26
આયોજન આવનાર તારીખ 27 થી 29 ડિસેમ્બર ના રોજ રાખલે છે જેમાં આશરે 3 લાખથી વધુ મુલાકાતીઓ આવાની સંભાવના છે અને 300 થી વધુ સ્ટોલ રાખેલ છે, આં એક્ઝિબિશન માં *ઝાલાવાડ ઉદ્યોગ* ને વધુ વેગ આપવા આં આયોજન કરવામાં આવ્યું છે, ગ્લોબલ ઝાલાવાડ-2024 માં નજીવા દરે સ્ટોલ આપવામાં આવશે અને સ્ટોલ ધારકો માટે ઉદ્યોગને લગતા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવશે અને ઝાલાવાડ ની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પણ કરવામાં આવશે
ગ્લોબલ ઝાલાવાડ-2024 મેગા એક્સપોના ઉદ્ઘાટન સમારોહ માન્ય. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કરવાનું આયોજન છે જેના ભાગરૂપે આજે માન. મુખ્યમંત્રીશ્રી સાહેબ ને ઝાલાવાડ ફેડરેશન ની કોર ટીમના સભ્યોશ્રી દ્વારા રૂબરૂ ગાંધીનગર મુલાકાત કરી આમંત્રણ પાઠવેલ છે, આં મુલાકાત સમયે માન. મુખ્યમંત્રીશ્રી સાહેબ ઝાલાવાડ ફેડરેશનની ટીમ સાથે 20 મિનિટ સુધી ઉંડાણ પૂર્વક ચર્ચા કરી હતી જેમાં સુરેન્દ્રનગર શહેરના રિવર ફ્રન્ટ રોડ, જીલ્લામાં જમીનની જંત્રી ઉપર થયેલ વધારો, નવા પ્લાન પાસ, મહાનગરપાલિકા ની જલ્દી રચના, નવા મોટા ઉદ્યોગો ઝાલાવાડમાં સ્થાપિત થાય એના માટેની ખાસ યોજનાઓ વગેરે ની ચર્ચા કરેલ તેમજ ગ્લોબલ ઝાલાવાડ-2024 ને સફળ બનાવા માટે રાજ્ય સરકારશ્રી તરફથી જરૂરી દરેક સહકાર અને સહયોગ અપાશે અને ગ્લોબલ ઝાલાવાડ-2024 માં માન મુખ્યમંત્રીશ્રી ખાસ પધારી ઝાલાવાડ ફેડરેશનની ટીમનો ઉત્સાહ વધારશે
ઝાલાવાડ ફેડરેશનની ટીમ દ્વારા માન. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ને ગ્લોબલ ઝાલાવાડ નું આમંત્રણ પાઠવ્યું અને તેવોશ્રી ગ્લોબલ ઝાલાવાડ-2024 માં ખાસ પધારશે તેમજ કેબિનેટ મંત્રીશ્રી માન. શ્રી મુળુભાઈ બેરા, કેબિનેટ મંત્રીશ્રી માન. શ્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રીશ્રી માન. બળવંતસીંહજી રાજપૂત, માનનીય કુંવરજીભાઈ બાવળીયા માન રા.ક. મંત્રી પફુલભાઈ પાનસુરીયા માન. રા. ક. મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન. રા. ક. મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સર્વેશ્રી ને આમંત્રણ પાઠવી ઝાલાવાડ ના વિકાસ માટે જરૂરી કામો માટે રજુઆત કરેલ તેલજ ગ્લોબલ ઝાલાવાડ-2024 ની વધુ માહિતી આપતા જણાવેલ કે દેશ-વિદેશમાથી ઝાલાવાડીઓ પધારશે અને ત્રણ દિવસ સુધી બિઝનેસ નેટવર્કિંગ અને રિટેલર બિઝનેસ ની માર્કેટ માટે અલગ અલગ વિષયો સાથે નિષ્ણાંતો દ્વારા સેમિનારનું આયોજન રખાશે અને દેશના અગ્રણીય ઉદ્યોગકારશ્રીને આમંત્રણ અપાશે
ઝાલાવાડ ફેડરેશન ની ટીમ સાથે જિલ્લાના ઉદ્યોગકાર અને ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા અને નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઝાલાવાડ ફેડરેશન ના મહિલા વિંગના પ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડ્યા જોડાયા હતા આં મુલાકાત સમયે માન. મુખ્ય નાયબ દંડકશ્રી ગુજરાત વિધાનસભા અને વઢવાણ ધારાસભ્યશ્રી જગદીશભાઈ મકવાણાનું પૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયેલ અને તેવો દ્વારા ઝાલાવાડ ફેડરેશનની ટીમ માટે તેવોશ્રીના રાજભવન ખાતે આવેલ તેવોશ્રીના મંત્રીશ્રી નિવાસ્થાને ઝાલાવાડ ફેડરેશન ની ટીમનો જમણવાર રાખી સર્વે હોદેહારો સાથે ટેલિફોનિક ચર્ચા કરી આગળના આયોજન વિષે વિશેષ માહિતી લીધી હતી અને આવનાર સમયે આં કાર્યક્રમના આયોજન ને ZFTI ટીમ ભવ્ય બનાવવા એ માટે મીટીંગ નું આયોજન
સથાપકઃકિશોરસિહજી ઝાલા
ચેરમેન:ઘનશ્યામભાઈ સાવધરીયા
પ્રમુખ:નરેશ ભાઈ કેલા
Zalawad Federation Of Trade & Industries

