Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»દશેરા બાદ પણ મેઘાની રમઝટ ચાલુ : Saurashtraમાં 0.5 થી 4 ઇંચ
    સૌરાષ્ટ્ર

    દશેરા બાદ પણ મેઘાની રમઝટ ચાલુ : Saurashtraમાં 0.5 થી 4 ઇંચ

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    RAJKOT તા. 14
    અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરનાં પગલે છેલ્લા બે દિવસથી રાજયમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઇકાલે પણ રાજકોટ સહિત વિવિધ સ્થળોએ 0.5થી 2.5 ઇંચ જેટલો વરસાદ ગાજવીજ સાથે ખાબકી ગયો હતો. ખાસ કરીને અમરેલી જિલ્લામાં 4 ઇંચ, જામજોધપુરમાં 2.5 ઇંચ, ખંભાળીયા પંથકમાં 1.5 ઇંચ, રાજકોટ શહેર અને કોટડાસાંગાણીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

    દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જામનગર જિલ્લામાં શનિવારે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને જામજોધપુરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી, અને રાત્રિના આઠ વાગ્યાથી 10.00 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો. જેના કારણે ફરીથી નદીનાળા માં પુર આવ્યા હતા. આ ઉપરાંત કાલાવડ પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

    શનિવારે સાંજથી વાતાવરણમાં બદલાવ આવ્યા બાદ જામનગર શહેર – ધ્રોળ અને કાલાવડમાં રાત્રિના નવ વાગ્યા પછી છૂટાછવાયા વરસાદની ઝાપટા શરૂ થઈ ગયા હતા, તેના કારણે નવરાત્રીના આયોજનમાં ભંગાણ પડ્યું હતું. અને સ્થળોએ નવરાત્રીના અંતિમ દિવસ કે જેમાં મેઘરાજા ની રાસલીલા જોવા મળી હતી. 

    જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અર્વાચીન રાસ મહોત્સવ ચાલી રહ્યા છે, તે તમામ રાસ મહોત્સવ ના કાર્યક્રમ બંધ રાખવા પડ્યા હતા. નાની શેરી ગલી ના ગરબા મહોત્સવમાં પણ વરસાદ વેરી બન્યો હતો, અને નવરાત્રીના કાર્યક્રમ વેલા આટોપી લેવાનો વારો આવ્યો હતો. 

    જોકે રવિવારે સવારથી ઉઘાડ નીકળી ગયો હોવાથી સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદના વાવડ મળ્યા નથી. ખંભાળિયા પંથક સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં શનિવારથી મેઘરાજાએ મુકામ કર્યો છે. ત્યારે શનિવારે રાત્રિના વરસાદથી અનેક ગરબાના આયોજનોમાં વિક્ષેપ પડ્યો હતો. જ્યારે રવિવારે વીજળીના ગગડાટ સાથે ખંભાળિયામાં દોઢ તથા કલ્યાણપુરમાં સવા તથા ભાણવડમાં પોણો ઈંચ વરસાદ વરસી જવા પામ્યો છે.

    ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયેલા ગરમીના વાતાવરણ વચ્ચે શનિવારે રાત્રે ખંભાળિયામાં વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. શનિવારે દશેરાના જુદા જુદા ગરબા મંડળોના આયોજન તેમજ સંસ્થાના ગેટ ટુ ગેધરમાં શનિવારના વરસાદથી ઉજવણીનો વિક્ષેપ થયો હતો. જેમાં ખેલૈયાઓના ખેલ બગડ્યા હતા.

    આ વચ્ચે ગઈકાલે રવિવારે પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે બે વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના ભારે ઝાપટા શરૂ થયા હતા અને રાત્રી સુધીમાં વધુ દોઢ ઈંચ (37 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. આ ઉપરાંત શનિવારે રાત્રે ભાણવડ તાલુકામાં પણ ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા હતા.

    આસો માસમાં છવાયેલા અષાઢી માહોલમાં રવિવારે કલ્યાણપુર તાલુકામાં સવા ઈંચ (31 મી.મી.) તેમજ ભાણવડમાં પણ ગત રાત્રિના પોણો ઈંચ (16 મી.મી.) પાણી પડી જવા પામ્યું છે.

    આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 92 ઈંચ, દ્વારકા તાલુકામાં 88 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 80 ઈંચ અને ભાણવડ તાલુકામાં 64 ઈંચ વરસાદ વરસી ગયો છે. જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 264 ટકા થવા પામ્યો છે. ગઈકાલે ખંભાળિયા શહેરના જુદા જુદા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું.

    ખંભાળિયા પોરબંદર માર્ગ પરના વિંજલપર, ભાડથર, ભાતેલ, વિગેરે ગામોમાં એક ઈંચ જેટલો જ્યારે લાલપરડા, બજાણા, કંડોરણા, બારાડી બેરાજા વિગેરે ગામોમાં બે થી અઢી ઈંચ વરસાદ વરસી જતા ખેતરોમાં મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ગાજવીજ સાથેના આ વરસાદના કારણે વડત્રા ગામે એક ખેડૂતની ભેંસ પર વીજળી પડતા આ ભેંસ મૃત્યુ પામી હતી. અનેક સ્થળોએ વીજ ટ્રાન્સફોર્મર પર આકાશી વીજળી પડતા આ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યા હતા.

    છેલ્લા બે દિવસના આ વરસાદથી અનેક સ્થળોએ મગફળી સહિતના પાકોને નુકસાની થયા પામી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને સવારે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા.

    જયારે કોટડાસાંગાણી પંથક માં એકાએક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા બપોરના 4 વાગ્યેના સમયમાં વરસાદી માહોલ થયેલ  એક કલાક માં એક ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો અને છેલ્લા 24 કલાક મા બે ઈંચ જેટલો વરસાદ પડેલ છે કમોસમી વરસાદ વરસ્યો ખેડૂતોને મુશ્કેલી મુકાયા મગફળી અને કપાસ સોયાબીન અને મરચાં ડુંગળી જેવા વાવેતર મા ભારે નુકસાની નો સામનો કરવો પડી રહ્યો છે.

    જે ખેડૂતોને પોતાની વાડીમાં મગફળી કાઢી ને વાડીમાં મગફળીના પાથરા કરીને રાખેલ હોય છે અને મગફળી હલરમા કાઢવાની હોય છે તે મગફળી ખેતરોમાં તરકામા સુકાંવામા રાખેલ હોય છે તે મગફળી ઉપર કમોસમી વરસાદ પડવાથી મગફળીના પાથરા વરસાદથી પલરીગયેલ જે ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીનો સામનો વહેઠવો પડેલ અને કપાસ મગફળી સોયાબીન અને પાકોમાં કમોસમી વરસાદ પડવાથી પાકોમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે.

    તથા વડિયામાં સમી સાંજે ધોધમાર વરસાદ પડતા સુરવો ડેમના ત્રણ દરવાજા એક ફુટ ખોલાયા હતા. વડિયામાં સમી સાંજે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મુખ્ય બજારો પાણી પાણી નબની નદીઓના રૂપ ધારણ કર્યા હતા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા વિજળી ગુલ થઇ હતી.

    ગત રવિવારના બપોર બાદ સોરઠમાં વાદળો ચડી આવ્યા હતા ત્યારે બફારા વચ્ચે સાંજના 7.15 કલાકે ભારે કડાકા ભડાકા સાથે વિજળીના ચમકારા વચ્ચે મેઘસવારી ઉતરી આવી હતી. હજુ આગામી 20 ઓકટોબર સુધી વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

    બગસરામાં બે દિવસ થયા વરસાદે માહોલ જોવા મળ્યો છે ત્યારે દશેરાના દિવસે મીઠાઈ નો સ્વાદ ફર્યો દશેરાના દિવસે સાંજના સમયે જ્યાં જલેબી ને ગાંઠિયા ગરમાગરમ બનતા હોય ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે બગસરામાં રોડ ઉપર વરસાદી ઝાપટા પડતા પાણી કાઢી નાખ્યા હતા.

    ત્યારે ઉભા પાકને પણ ભારે નુકસાન જોવા મળ્યું હતું જેમાં ખેડૂતો કપાસ ઉતારવા નું કામ ચાલુ હોય ત્યારે અચાનક વરસાદી માહોલ છવાયો હતો ત્યારે ખેડૂતોના શ્વાસ અધર ચડી ગયા હતા. 

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.