MotiPaneli તા.26
જામજોધપુર તાલુકાના સીદસર મુકામે માં ઉમાધામ ખાતે ભવ્ય દિવ્ય પંચોત્સવ કાર્યક્રમ નો મંગલ પ્રારંભ થતા પ્રથમ દિવસે લાખો ની સઁખ્યામા માનવ મહેરમણ ઉમટ્યું હતું આજે પ્રથમ દિવસે ભક્તોની લાંબી લાંબી કટારો માં ના દિવ્ય દર્શન માટે લાગી હતી સમાજ શ્રેષ્ઠઓ નું સન્માન સાથે પ્રસિદ્ધ વ્યાખ્યાતા જય વસાવડા નું વક્તવ્ય માં હજારો લોકો મંત્રમુગ્ધ બની વક્તવ્ય શ્રવણ કરતા જોવા મળ્યા હતા પોતાના વક્તવ્ય માં જય વસાવડા એ જણાવેલ કે ” આત્મવિશ્વાસ વધારવા માટે અનુભવ જરૂરી છે આવડો મોટો મહોત્સવ નું આયોજન આ વડીલોએ કર્યું છે તે તેમના અનુભવ ને આધીન આત્મવિશ્વાસ કંડારીયો છે ત્યારે શક્ય બનેલ છે, જેમકે રોટલો તાવડી ઉપર ધીમે ધીમે પાકે ત્યારે મીઠો લાગે તેમ આ વડીલો એ અનેક સંઘર્ષ કરી પોતાની જાતને તપાવી છે ત્યારે આવા સુંદર આયોજન નું ફળ આપણે સર્વે જોઈ રહ્યા છી, જયારે આજના યુવાનો ને બધું સીધું જોઈ છે ડાઇરેક્ટ લિંક ઉપરથી ડાઉન્લોઅડ કરીને મેળવી લેવું છે તેમાં તમારો આત્મવિશ્વાસ ના વધે” જયવસાવડા ના સુંદર વક્તવ્ય ને વડીલો એ વધાવી લીધું હતું. આ સાથે વેણુ નદીના કાંઠે હજારો ની સંખ્યામાં ભક્તોએ માં ની દિવ્ય મહા આરતી નો લાભ લેતા વાતાવરણ માં આહલાદક નઝારો જોવા મળેલ સ્વર્ણિમ આરતી માં લોકો ભાવુક બની ઉઠ્યા હતા ભક્તોનું આટલુ મોટુ ઘોડાપુર છતાં સ્વયંસેવકો ની સતત દેખરેખ અને પ્રસાસન ની સુંદર વ્યવસ્થા ની દાદ દેવી ઘટે તેવું સુનિશ્ચિત આયોજન કરવામાં આવેલ છે હજારો યાત્રિકો એ એકસાથે માં નો પ્રસાદ ગ્રહણ કરી પોતાની જાતને ધન્ય બનાવી છે આવતીકાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વિશાળ કૃષિ સંમેલન માં બિરાજમાન થવાના છે તયારે આયોજકોએ કૃષિ સંમેલન ને ભવ્ય બનાવવા કમર ક્સેલ છે.

