Jetpur,તા.09
જેતપુર નામદાર સીવીલ કોર્ટ સમક્ષ વાદી ભારતીબેન ધીરુભાઈ ગજેરાએ પ્રતીવાદી સહારા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લીમીટેડમાં રૂા. ૧,૨૨,૧૧૫=૦૦ વસુલ મેળવવાનો દાવો દાખલ કરેલો હતો.
આ કેઈશમાં પ્રતીવાદી તરફે વકીલ મયુરભાઈ આર. વસા એડવૉકેટ તથા તેજસ એમ. કરછલીયા એડવોકેટ સહારા કો.ઓપરેટીવ સોસાયટી તરફે હાજર થયેલ, જેમાં આ દાવો દાખલ કરતાં પહેલાં રજીસ્ટ્રારને કોઈ નોટીશ આપેલી ન હોવાની તથા આ તકરાર સભ્ય અને સોસાયટી વચ્ચેની તકરાર હોવાની દલીલ કરાએલ તથા કો.ઓપરેટીવ સોસાયટી એકટ હેઠળ જુદુ ફોરમ તેઓની તકરારનું નીરાકરણ કરવાં માટેનું હોવાની દલીલ કરાયેલી તથા અત્રેની કોર્ટ દ્વારા આ દાવો ચલાવવા બાધ હોવાની ધારદાર દલીલ કરવામાં આવેલી અને સાથે નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જુદા જુદા જજમેન્ટોનાં આધારે નામદાર જેતપુર સીવીલ કૉર્ટે વાદી ભારતીબેન ધીરુભાઈ ગજેરાનો દાવો નામંજુર કરેલ હતો.
આ કેઈશમાં સહારા ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી પ્રતીવાદી તરફે એડવોકેટ મયુરભાઈ આર. વસા એડવોકેટ તથા તેજસ એમ. કરછલીયા એડવોકેટ રોકાયેલ હતા.

