સંસ્કાર સિટીમાં વૃદ્ધે બીમારીના ડરથી ફાંસો ખાધો, શ્રીનાથજીમાં યુવકનો ૨ દિવસ બાદ દુર્ગંધ આવતા ભેદ ઉકેલાયો
જંગલેશ્વરમાં અને માનસરોવરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Rajkot તા.૧૩ઃ
શહેરના દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા હતા બીજી તરફ મવડી વિસ્તારમાં સંસ્કાર સિટીમાં રહેતા વૃદ્ધ, શ્રીનાથજી સોસાયટીમાં રહેતા યુવકે અને જંગલેશ્વરમાં ૫૨ વર્ષીય મહિલાએ માનસરોવરમાં મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના મવડી વિસ્તારમાં સંસ્કાર સિટીમાં રહેતા પરસોતમભાઈ ગંગાદાસ મેઘાણી ઉંમર વર્ષ ૭૫ વર્ષીય આધેડે ગત તા ૯ ના રાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આ અંગે મૃતકે બીમારીના ઓપરેશનના ડરથી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે મૃતક ચાર ભાઈ બે બેન માં મોટા અને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા કાર્તિક રણજીત રામ ઉંમર વર્ષ ૨૫ વર્ષીય યુવકે આશરે ગત તા ૧૦ ના રોજ પોતાના ઘરે ઘરે પાછો ખાઈ લેતા બે દિવસ બાદ પાડોશીને દુર્ગંધ આવતા તપાસમાં ખોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો ઘટનાની જાણ હતા માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સીપી રાઠોડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમઆર છે ખસેડવામાં આવ્યો હતો. મૃતકે પિતા સાથે વાત કર્યા બાદ પગલું કર્યું હતું આપઘાતનું કારણ અકબંધ છે સેન્ટિંગ કામ કરતો એ પુત્રી એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી
ત્રીજા બનાવમાં જંગલેશ્વરમાં શેરી નંબર ૪ માં રહેતા રોશનબેન સુલતાનભાઇ અમરોલીયા ઉંમર વર્ષ ૫૨ વર્ષીય મહિલાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોરી ગયો હતો આ અંગે આપઘાતનું કારણ અકબંધ છે ચોથા બનાવમાં આજીડેમ ચોકડી નજીક માનસરોવરમાં શ્રી રામ પાર્કમાં રહેતા અનિતાબેન હરિસિંહ રાજપુત ઉંમર વર્ષ ૩૬ વર્ષીય મહિલા ગઈકાલ રાત્રે ઘરે ઘરે પાછો ખાય આપઘાત કર્યો હતો ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે આપઘાતનું કારણ અકબંધ છે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ટી જે સરવૈયા કરી રહ્યા છે

