Surendaranagar, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહી છે ત્યારે ત્રીજું પેપર બોર્ડનું યોજવામાં આવ્યું હતું જેમાં ધોરણ 10માં વિજ્ઞાન વિષયનું પેપર યોજવામાં આવ્યું હતું જેમાં 17,772 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું પેપર આપવાના હતા પરંતુ તે પૈકી 380 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 17,392 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહનું પેપર આપવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ પરીક્ષા યોજવામાં આવી હતી ધોરણ 10 ના વિજ્ઞાનના વિષયમાં એક પણ કોપી કેસની ઘટના બની નથી.
બીજી તરફ ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર યોજવામાં આવ્યું હતું જેમાં 3663 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા પરંતુ તે પૈકી 19 જેટલા વિદ્યાર્થીઓ કોઈ કારણોસર ગેરહાજર રહેતા 3,644 વિદ્યાર્થીઓએ વાણિજ્ય વ્યવસ્થાનું પેપર આપ્યું છે બીજી તરફ ધોરણ 12 સાયન્સમાં રાસાયણિક વિજ્ઞાનનું પેપર યોજવામાં આવ્યું હતું જેમાં 1165 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા પરંતુ તે પૈકી 04 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવા મુદ્દે 1161 જેટલા વિદ્યાર્થીઓએ રાસાયણિક વિજ્ઞાનનું પેપર આપ્યું છે.
સતત ત્રીજા દિવસે પણ કોઈપણ પ્રકારની ચોરીની ઘટના અથવા કોપી કેસ નથી થયો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડનું પેપર યોજાઈ રહ્યા છે એકાંતરે બોર્ડના પેપર સહેલા હોવાના કારણે વિદ્યાર્થીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ત્યારે તૈયારી સાથે વિદ્યાર્થીઓ કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા ત્યારબાદ તેમને ચેકિંગ કરી અને પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગની ટીમો દ્વારા વર્ગખંડોમાં પ્રવેશ આપવામાં આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજથી તમામ લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી હતી ત્યારે ત્રીજા દિવસે વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન અને વાણિજ્ય વ્યવસ્થા નું પેપર પૂર્ણ થયું છે.

