Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026

    Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી

    July 8, 2026

    Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું
    • Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી
    • Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Team India નો અડધો ભાગ ૫ ઓવરમાં પેવેલિયનમાં પાછો ફર્યો હતો, જે ટી ૨૦ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર શરમજનક રેકોર્ડ
    • Jamnagarમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત
    • Adil Rashid ત્રીજી મેચમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
    • Jamnagar જિલ્લા જેલમાં મોબાઇલ ફોનના રેકેટનો વધુ એક પર્દાફાશ
    • Messi ના જાદુને કારણે આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ગયું, બે ગોલથી પાછળ રહ્યા બાદ ઇજિપ્તને ૩-૨થી હરાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ના SG હાઈવેનો 5 કિ.મી.નો હિસ્સો એક્સિડન્ટ ઝોન, વાહનો રોંગસાઈડ જવા મજબૂર
    અમદાવાદ

    Ahmedabad ના SG હાઈવેનો 5 કિ.મી.નો હિસ્સો એક્સિડન્ટ ઝોન, વાહનો રોંગસાઈડ જવા મજબૂર

    Vikram RavalBy Vikram RavalOctober 3, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,03

    અમદાવાદના એસ.જી. હાઈવે ઉપર ટ્રાફિકજામ નિવારવા ગોતા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના પાંચ કિલોમીટર વિસ્તારમાં આવતાં કુલ દસ જેટલાં કટ બંધ કરવામાં આવતાં આ રસ્તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે. આસપાસના રહેણાંક અને ઓફિસોમાંથી નીકળતા વાહન ચાલકોએ રોંગ સાઈડ આવવા લાગ્યાં છે. આ કારણે પાંચ કિ.મી.નો આ રસ્તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે.

    સોમવારે (30મી સપ્ટેમ્બર) ઢળતી સાંજે એક કિ.મી. વિસ્તારમાં કારે બે યુવકને ટક્કર માર્યાની બે ઘટના બની હતી. એક ઘટનામાં ઈજા પામેલા વિસનગરના યુવકની તબિયત સુધારા ઉપર છે અને બીજા બનાવમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ હજુ મળી નથી. બે યુવકોને ટક્કર મારી પલાયન થયેલી બે કારના સીસીટીવી ન મળતાં પોલીસની નિષ્ક્રીયતા જણાય છે.

    અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો

    એસ.જી. હાઈવે ઉપર વાહનોની ગતિ બેકાબૂ બનતાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો આવ્યો છે. સોમવારે (30મી સપ્ટેમ્બર) રાત્રે પોણા આઠ વાગ્યાના અરસામાં મની પ્લાન્ટ બિલ્ડીંગ સામે એક અજાણ્યા વ્યક્તનું રોડ ક્રોસ કરતી વખતે ગોતા તરફથી પુરઝડપે આવેલી કારની ટક્કરથી મૃત્યુ નિપજ્યું હતું.

    બીજા બનાવમાં સોમવારે (30મી સપ્ટેમ્બર) રાતે નવ વાગ્યે ઝાયડસ બિલ્ડીંગ પાસે રોન્ગસાઈડમાં આવેલી પિક- અપ વાને ચાલીને જતા યુવકને ટક્કર મારી હતી. મિત્રના પુત્રની ખબર કાઢવા કે.ડી. હોસ્પિટલમા વિસનગરના મિત્રો આવ્યા હતા. જમ્યા પછી ચાલીને પરત ફરતા સુનિલ પટેલ (ઉ.વ.૪૦) કારની ટક્કરથી ગટર સાથે માથુ અથડાયું હતું. માથામાં ઈજાની સારવારના પગલે મુળ વિસનગરના રહીશ સુનિલ પટેલની તબિયત સુધારા ઉપર છે. તેમના નિધનના સમાચાર શરતચૂકથી છપાયાં હતાં. આ અજાણી પિક-અપ વાનનો પતો હજુ સુધી મેળવી ન શકતાં પોલીસની નિષ્ક્રીયતા ઉજાગર થઈ છે.

    એક કલાકના સમયગાળામાં બે ગંભીર અકસ્માત

    સોમવારે રાતે એક કલાકના સમયગાળામાં બે ગંભીર અકસ્માત સર્જનાર વાહનોની ભાળ એસ.જી.1 ટ્રાફિક પોલીસને  48 કલાકનો સમય વિતવા છતાં મળી શકી નથી. પોલીસનું કહેવું છે કે, એસ.જી. હાઈવે ઉપર હાઈવે ઓથોરિટી દ્વારા સીસીટીવી નાંખવામાં આવ્યાં છે. પરંતુ, ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના હાઈવે ઉપર હજુ વધુ સીસીટીવી લગાવવાની પ્રક્રિયા હાઈવે ઓથોરિટી દ્વારા ચાલી રહી છે. પૂરતા સીસીટીવી ન હોવાના કારણે અકસ્માત સર્જનાર વાહનોની ભાળ મેળવવાનું પોલીસ માટે આસાન નથી.

    બીજી તરફ, ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધી પાંચ કિલોમીટરના એસજી હાઈવે ઉપર 10 કટ એટલે કે ક્રોસ રોડ્સ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ કરવામાં આવ્યાં છે. એસ.જી. હાઈવે ઉપર ટ્રાફિક જામ નિવારવા લેવાયેલા આ નિર્ણયથી અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ગોતાથી વૈષ્ણોદેવી સુધીના હાઈવેની બન્ને બાજુનો અડધાથી એક કિલોમીટરનો વિસ્તાર રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો તરીકે ઝડપભેર ડેવલપ થઈ રહ્યાં છે. આ વિસ્તારોમાંથી આવતાં ઘણાંખરાં વાહનો એસ.જી. હાઈવે ઉપર કટ એટલે કે ક્રોસ રોડ ન મળતાં રોંગ સાઈડમાં દોડાવવામાં આવે છે. પાંચ કિ.મી.ના હાઈવે ઉપર રાહદારીઓ કે ચાલીને રોડ ક્રોસ કરનારાંઓ માટે કોઈ વ્યવસ્થા નથી. સાથે જ, કટ બંધ કરાતાં વાહનોની ગતિ હવે વધી ગઈ હોવાથી રાહદારીઓ માટે કાયમી જોખમ તોળાતુ રહે છે.

    Accident-Zone Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026

    Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી

    July 8, 2026

    Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    July 8, 2026

    Team India નો અડધો ભાગ ૫ ઓવરમાં પેવેલિયનમાં પાછો ફર્યો હતો, જે ટી ૨૦ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર શરમજનક રેકોર્ડ

    July 8, 2026

    Jamnagarમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત

    July 8, 2026

    Adil Rashid ત્રીજી મેચમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026

    Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી

    July 8, 2026

    Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.