Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    • Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો
    • Amit Shah, Delhi CM Rekha Guptaએ ૭૦ લાખ વૃક્ષો વાવવા માટે ઇકો-રિસ્ટોરેશન ડ્રાઇવ શરૂ કરી,૩૦૦ ઇ-બસને લીલી ઝંડી આપી
    • 08 જુલાઈ નું પંચાંગ
    • 08 જુલાઈ નું રાશિફળ
    • Donald Trump નાટો સમિટમાં હાજરી આપવા માટે તુર્કી જવા રવાના થયા, ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરશે
    • Celina Jaitley એ પોતાના પતિથી છૂટાછેડા વચ્ચે મહિલાઓને ખાસ અપીલ કરી છે; આ જ વાત મને સૌથી વધુ દુઃખ આપે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા
    અમદાવાદ

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પરિવારજનોને જાણ થતાં સગીરને ઠપકો આપવા ગયા ત્યારે સગીર અને તેના ભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી

    Ahmedabad, તા.૭

    શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી ત્રણ બાળકીઓ ફ્લેટની ગેલેરીમાં રમતી હતી ત્યારે પાડોશમાં રહેતા સગીરે સંતાકુકડી રમવાના બહાને બોલાવીને ત્રણ બાળકીઓને અડપલાં કર્યા હતા. આ બાબતે સગીરાના પરિવારજનોને જાણ થતાં સગીરને ઠપકો આપવા ગયા ત્યારે સગીર અને તેના ભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વેજલપુર પોલીસે બે સગીર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વેજલપુરમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, આઠ અને છ વર્ષની દીકરીઓ ગત તા. ૪ના રોજ પાડોશીના ઘરે રમવા ગઈ હતી. ત્યાં પાડોશીના દીકરાએ મકાનની લાઈનમાં જ રહેતા એક સગીરના વખાણ કર્યા હતા. આ સાંભળીને બાળકીઓએ તરત જ વિરોધ કરતા કહ્યું કે, તે છોકરો સારો નથી અને તેણે ખરાબ વર્તન કર્યું છે. જેથી પાડોશી મહિલાએ સગીરાને આ બાબતે વધુ પૂછતા તેણે કંઇ ન કહેતા સગીરાની માતા પાસે મહિલા પહોંચી હતી. માતાએ પોતાની સગીર દીકરીઓને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી હતી. ડરના કારણે ચૂપ રહેલી ૮ વર્ષની સગીરાએ આખરે માતા સામે સમગ્ર ઘટના કહી હતી. સગીર પુત્રીએ માતાને જણાવ્યું કે, રાત્રે તે તેની નાની બહેન અને પાડોશમાં રહેતી ૯ વર્ષની બહેનપણી સાથે ફ્લેટની ગેલેરીમાં રમતી હતી. ત્યારે સામે રહેતા સગીરે ઈશારો કરીને બોલાવતા ત્રણેય સગીરાઓ ત્યાં ગઇ હતી. સગીરે પોતાના ઘરમાં સંતાકૂકડી રમવાની લાલચ આપીને અંદર લઈ જઇને ત્રણેય માસૂમ બાળકીઓના કપડાં ઉતારી શારીરિક અડપલા કર્યાં હતા. બાળકીઓએ વિરોધ કરતા સગીરે બળજબરી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીએ એમ પણ જણાવ્યું કે એક મહિના પહેલાં પણ સગીરે આવું જ કૃત્ય કર્યું હતું અને માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ બાળકીની માતાએ પતિને જાણ કર્યા બાદ ભોગ બનનાર ત્રીજી બાળકીની માતાને પણ સમગ્ર ઘટના જણાવી હતી. બીજા દિવસે ત્રણેય સગીરાના વાલીઓ સગીરના ઘરે ઠપકો આપવા ગયા ત્યારે સગીરના ભાઈએ ઉશ્કેરાઈને પીડિત પરિવારને ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે, મામલો બિચકતા પોલીસ બોલાવવામાં આવી હતી. વેજલપુર પોલીસે સમગ્ર મામલે બે સગીર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    અમદાવાદ

    Gujarat Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026

    Amit Shah, Delhi CM Rekha Guptaએ ૭૦ લાખ વૃક્ષો વાવવા માટે ઇકો-રિસ્ટોરેશન ડ્રાઇવ શરૂ કરી,૩૦૦ ઇ-બસને લીલી ઝંડી આપી

    July 7, 2026

    08 જુલાઈ નું પંચાંગ

    July 7, 2026

    08 જુલાઈ નું રાશિફળ

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.