Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો
    • Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે
    • કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti
    • ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?
    • ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.
    • અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!
    • 26 જૂનનું પંચાંગ
    • 26 જૂનનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: નરભક્ષી સિંહણના ગ્રુપના ૫ જેટલા સિંહોને પકડી લેવાયા.હજુ પણ ૨ સિંહોના ગામની આસપાસ આંટાફેરા
    સૌરાષ્ટ્ર

    Amreli: નરભક્ષી સિંહણના ગ્રુપના ૫ જેટલા સિંહોને પકડી લેવાયા.હજુ પણ ૨ સિંહોના ગામની આસપાસ આંટાફેરા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૫

    અમરેલી જિલ્લામાં ચાર પગવાળા હિંસક વન્યજીવોનો આતંક યથાવત છે. ત્યારે છેલ્લા ૨૦ દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની આ ચોથી ઘટના ઘટી હતી. જેમાં ખાંભાના ચતુરી ગામે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે વધુ એક માસૂમ બાળક કાળનો કોળિયો બની ગયો હતો. ગઈકાલે રાત્રિના સમયે દૂધની ડેરીએ દાદાની આંગળી પકડીને જઈ રહેલા એક વર્ષના માસૂમ જીયાનને સિંહણ દાદાની નજર સામે હાથની આંગળીએથી ઝૂટવી અને લઈ ગઈ હતી. અને બાળકને ફાડી ખાધો હતો જેને પગલે સમગ્ર ગીર નજીકના ગામડાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

    વિગત એવી છે કે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામનો ૫ વર્ષનો એક માસૂમ જીયાન દેવકુભાઈ સીઢા જ્યારે ગઈકાલે રાત્રિના સમયે પોતાના દાદા સાથે ઘરની નજીક આવેલી ડેરી પર દૂધ આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ અંધારામાં કાળ બનીને આવેલી એક  સિંહણે માસુમ બાળક ઉપર તરાપ મારી હતી. દાદા કંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને દાદાના હાથની આંગળીએથી ખેંચીને સીમ તરફ ભાગી ગઈ હતી.

    પોતાના ઘરથી માત્ર ૨૦ ફૂટ દૂર બનેલી આ ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં કંપારી છૂટે તેવું વાતાવરણ સર્જાયું હતું. દોઢ બે કલાકની જહેમત બાદ ગામથી એક કિ.મી. દૂર જંગલ વિસ્તારમાંથી આ માસૂમ બાળકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ પરિવારનો એકના એક દીકરો છીનવાઈ ગયો હતો. જ્યારે આ ઘટના કેમ ઘટી તે અંગે આંગળી પકડીને પૌત્રને સાથે લઈ જતા દાદાએ ઘટનાક્રમ વર્ણવાયો હતો.

    ચતુરી ગામના નાના બાળકને ફાડી ખાવાની ગંભીર ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. અને પરિવારનો એક ના એક દીકરાનો દીપક અકાળે બુઝાઈ ગયેલો હતો આથી પરિવાર અને સ્થાનિકોમાં વન વિભાગ સામે ભારે નારાજગી જોવા મળી હતી.

    આજે સવારે દીકરાના અંતિમક્રિયા વખતે લોકો આક્રંદ કરતા જોવા મળ્યા હતા. અને મૃતકના કાકાએ વનવિભાગ અને સરકાર સામે સવાલો કર્યા હતા. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ચોથી ઘટના ઘટી હતી. બગસરાના ઘંટીયાળ ગામે ૭ વર્ષના પરપ્રાંતીય ખેતમજૂરના બાળકને સિંહે ફાડી ખાધો હતો, ત્યાર બાદ સાવરકુંડલાના જૂના સાવર ગામે વયોવૃધ્ધ ખેડૂત સિંહ હુમલાનો ભોગ બનેલા હતા. તો રાજુલાનું કોવાયા ગામે ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂરને સિંહોએ ફાડી ખાધની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં આ ચોથી ઘટના ચતુરી ગામે ઘટી હતી.

    ગીર વિસ્તારમાં નહીં પણ ગામની અંદર અને ઘરથી માત્ર ૨૦ ફૂટ દૂર દાદાની આંગળીમાં રહેલા બાળકને સિંહણ ઉપાડીને લઈ ગઈ હતી. અને સિંહણે ફાડી ખાધો હતો. ત્યારે વારંવાર બનતા આવા બનાવો છતાં તંત્ર કેમ ઘોરનિદ્રામાં છે? તે મોટો સવાલ છે. સિંહ-સિંહણ હવે છેક ઘરના આંગણા સુધી આવી ચડે છે. અને ગ્રામજનો આખી રાત જાગવા મજબૂર બને છે. લોકો હવે વનમંત્રી સમક્ષ માનવ રક્ષણની સરકાર જવાબદારી કયારે લેશે? તેવો સવાલ ચતુરી તાલુકા પંચાયત સીટના સદસ્ય આલિગભાઈ ભૂકણે કર્યો હતો.

    હાલ તો માસૂમ જીયાનના મોતના પગલે ચતુરી ગામમાં સિંહણના ભયથી ભારે ફફડાટ અને માતમનો માહોલ છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વન વિભાગ દ્વારા વનરાજોના આતંકથી કાયમી છુટકારો અને માનવ રક્ષણ માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને વનમંત્રી અર્જુન મોઢવાડિયા પણ ચાતુરી ગામે આવવાના છે, તેને જ સિંહોના ગંભીર પ્રશ્નો નિવારણ કરે જેથી ખેતી પણ ખેડૂતો કરી શકે ને માલધારીઓ પશુપાલન કરી શકે તેવું નિવેદન ચતુરીના સરપંચ કમલેશ જાનીએ જણાવ્યું હતું.

    સિંહ હુમલાઓની ઘટનાઓથી ગીર પંથકના ગામડાંઓમા ભયનું વાતાવરણ છે. હાલ આ નરભક્ષી સિંહણના ગ્રુપના ૫ જેટલા સિંહોને વન વિભાગે પકડી લીધા છે. ત્યારે હજુ પણ ૨ સિંહો ગામની આસપાસ આંટાફેરા કરતા હોવાનું જાણવા મળે છે. ત્યારે વનવિભાગ તાકીદે માનવ જિંદગી બચે તે અંગે પણ વિચારવાનો સમય આવી ગયો છે તે ચોક્કસ છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Manavadar : કતકપરા ગામે ૬૭,૮૦૮ ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો,એક ફરાર

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar કલેકટર દ્વારા વડોદ GIDCની મુલાકાત કરવામાં આવી

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રેગિંગની વધુ એક ફરિયાદ

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવામાં બાળકોના ગળામાંથી સોનાનાં પેન્ડન્ટ સેરવી લેતા બે રીઢા આરોપી ઝબ્બે

    June 25, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpurમાં પીધેલી હાલતમાં વકીલ સહિત છ શખ્સો ઝડપાયા

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026

    ભારતીય કોચિંગ સેન્ટરોથી શાળાઓ સુધી: આપણને સુશાસનની ભેટ ક્યારે મળશે?

    June 25, 2026

    ચારે વેદોમાં ગાયત્રી મંત્ર તરીકે સ્થાન ધરાવતી માતા ગાયત્રી હિન્દુ સંસ્કૃતિની જનની છે.

    June 25, 2026

    અસ્થિરતાની વચ્ચે તેજીનું વલણ, રોકાણકારો માટે સકારાત્મક સંકેત….!!!

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’સંવિધાન હત્યા દિવસ’ પર પીએમ મોદી અને સીએમ યોગીએ ટિ્‌વટ કરીને કટોકટીને કાળો ઇતિહાસ ગણાવ્યો

    June 25, 2026

    Venezuela ભૂકંપ,શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડશે

    June 25, 2026

    કાશ્મીરી પંડિતોએ ખીણમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો સાથે નવી શરૂઆત કરવી જોઈએ: Mehbooba Mufti

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.