Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar ખાતે ૬૫મો વાર્ષિકોત્સવ ઉજવાયો
    જામનગર

    સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar ખાતે ૬૫મો વાર્ષિકોત્સવ ઉજવાયો

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૧ઃ

    તાજેતરમાં જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે  શાળાના ઓડિટોરિયમમાં ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલમાં ૬૫મો વાર્ષિકોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ એવા લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી (નિવૃત્ત)  , , ,  મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધ્રોલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ  શ્રી ગૌતમ લોદાલિયા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કેડેટ ધન્વી અને કેડેટ પલ દ્વારા મુખ્ય અતિથિને છોડનો રોપ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    ધોરણ ૧૧ના કેડેટ્‌સે ’ઇન્કિલાબ કી અમર ગૂંજ’ શીર્ષક હેઠળ પ્રેરણાદાયી હિન્દી નાટિકા રજૂ કરી હતી, જેમાં ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની અદમ્ય ભાવના અને તેમના બલિદાનોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ધોરણ ૮ના કેડેટ્‌સ દ્વારા આકર્ષક નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જ્યારે બાલનિકેતનના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાની અસરો પર આધારિત અર્થપૂર્ણ નાટિકા રજૂ કરી હતી. આ તમામ પ્રસ્તુતિઓ કેડેટ્‌સમાં કેળવવામાં આવતા આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને બહુમુખી પ્રતિભાનું પ્રતિબિંબ બની રહી હતી.

    આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ શૈક્ષણિક સત્ર ૨૦૨૫૨૬ દરમિયાન વિવિધ શૈક્ષણિક, રમતગમત અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કેડેટ્‌સને મુખ્ય અતિથિના હસ્તે ઈનામો, ટ્રોફીઓ અને પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ રહ્યો હતો.

    સર્વાંગી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર હાઉસને આપવામાં આવતી પ્રતિષ્ઠિત ’કોક હાઉસ ટ્રોફી’ શિવાજી હાઉસે પ્રાપ્ત કરી હતી, જ્યારે બેસ્ટ જુનિયર હાઉસ’ની ટ્રોફી અહિલ્યાબાઈ હાઉસે જીતી હતી. શૈક્ષણિક ક્ષેત્રે સીનિયર અને જુનિયર જૂથની ટ્રોફીઓ અનુક્રમે ટાગોર હાઉસ અને અહિલ્યાબાઈ હાઉસે પ્રાપ્ત કરી હતી.

    શૈક્ષણિક વર્ષ ૨૦૨૫૨૬ માટે બેસ્ટ  કેડેટને આપવામાં આવતું પ્રતિષ્ઠિત ’શહીદ કેપ્ટન નિલેશ સોની મેડલ’ શિવાજી હાઉસના કેડેટ મેઘરાજ ગોહેલને એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે ૧૫૬મા  કોર્સમાં પ્રવેશ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ અમદાવાદની ઓબ્સા ફાઉન્ડેશન દ્વારા તેમને રૂ. ૨૫,૦૦૦નો રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.વર્ષ ૨૦૨૫૨૬ માટે ’બેસ્ટ ઓલરાઉન્ડ કેડેટ’ તરીકે શિવાજી હાઉસના કેડેટ ધ્રુવિલ મકવાણા, શિવાજી હાઉસના કેડેટ સૂરજ જાટ અને અહિલ્યાબાઈ હાઉસની કેડેટ દીક્ષાને અનુક્રમે સીનિયર, જુનિયર અને ગર્લ્સ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા હતા.

    શિવાજી હાઉસના કેડેટ જયરાજ પંવારને ’બેસ્ટ એથ્લીટ ઓફ ધ યર’ અને ગરુડ હાઉસના કેડેટ મિથુનરાજ નેલીને ’બેસ્ટ ઇન આર્ટ’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.શૈક્ષણિક સત્ર ૨૦૨૫૨૬ માટે હિન્દી અને અંગ્રેજી ભાષાના ’બેસ્ટ ડિબેટર’ના પુરસ્કારો અનુક્રમે પ્રતાપ હાઉસના ધોરણ ૧૨ના કેડેટ રુદ્ર ચૌધરી અને ટાગોર હાઉસના ધોરણ ૧૦ના કેડેટ વંશ શર્માને એનાયત કરવામાં આવ્યા હતા.વર્ષ ૨૦૨૫૨૬ માટે ધોરણ ૧૨ના ’મલ્ટીટેલેન્ટેડ કેડેટ એવોર્ડ’થી સરદાર પટેલ હાઉસના કેડેટ હિમાંશુ યાદવને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે શાઇનિંગ સ્ટાર ઓફ ધ સ્કૂલ’નો પુરસ્કાર શિવાજી હાઉસના કેડેટ હર્ષિત રાજને એનાયત કરવામાં આવ્યો હતો.

    ધોરણ ૧૨ની  બોર્ડ પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કેડેટને આપવામાં આવતી ’સ્વ. શ્રીમતી રામરતી દેવી કૌશલ રોલિંગ ટ્રોફી’ ભૂતપૂર્વ આચાર્ય ગ્રુપ કેપ્ટન વી. કે. કૌશલ દ્વારા તેમની માતાની સ્મૃતિમાં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રોફી ધોરણ ૧૨ની  બોર્ડ પરીક્ષામાં ૮૬ ટકા ગુણ પ્રાપ્ત કરનાર કેડેટ જશ કપોપરાને એનાયત કરવામાં આવી હતી.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકમોસમી વરસાદઃ Amreli બાબરા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો કપાસ અને મગફળી પલળ્યાં
    Next Article Jamnagar આપમાં મોટું ભંગાણ :ત્રણ સંગઠન મંત્રીઓ સહિત હોદ્દેદારોનાં સામૂહિક રાજીનામાં
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar આપમાં મોટું ભંગાણ :ત્રણ સંગઠન મંત્રીઓ સહિત હોદ્દેદારોનાં સામૂહિક રાજીનામાં

    October 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    જામનગર

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026
    જામનગર

    Jamnagarમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂની ૧૯,૫૨૨ બોટલો ઝડપાઈ!

    October 29, 2026
    જામનગર

    Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૬૩મી ઇન્ટર-હાઉસ વાર્ષિક એથ્લેટિક મીટ ૨૦૨૬-૨૭નું સમાપન

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 22:58
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.