Jakarta, તા.2
યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું છે કે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં 7.4ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ અમેરિકાના મોનિટરિંગ સેન્ટરે ભૂકંપના કેન્દ્રથી 1,000 કિલોમીટર (621 માઈલ) ના દાયરામાં જોખમી સુનામી લહેરોની આશંકા વ્યક્ત કરતા હાઈ એલર્ટ જારી કર્યું હતું.
આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 6ઃ48 કલાકે મોલુક્કા સાગરમાં 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હતું.
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના કેન્દ્રથી 1,000 કિમીના દાયરામાં જોખમી સુનામી લહેરો ઉઠી શકે છે.
ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે શહેરના લોકો જાગી ગયા હતા અને ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. લોકો ગભરાઈને બહાર ભાગવા લાગ્યા હતા. નજીકમાં જ એક સ્કૂલ છે, ત્યાંના વિદ્યાર્થીઓ પણ જીવ બચાવવા માટે ઝડપથી બહાર મેદાન તરફ દોડ્યા હતા.’

