Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ
    • Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ» Rajkot નાગરિક સહકારી બેંક લિ.ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
    રાજકોટ

     Rajkot નાગરિક સહકારી બેંક લિ.ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૯ઃ

    Rajkot નાગરિક સહકારી બેંક લિ.ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે યોજાઇ હતી અને તેમાં વિશાળ સંખ્યામાં ડેલિગેટ્‌સ ઉપસ્થિત રહ્યાં હતાં.

    બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ગીતની પંક્તિ, હમ વિજય કી ઓર બઢતે જા રહે હૈં, આ ભાવ મનમાં છે તેનું પ્રગટીકરણ ગીતના માધ્યમથી થયું છે.અત્યારે બેંકની પ્રગતિના આંકડા રજુ થયા તે દર્શાવે છે કે હમ વિજય કી ઓર બઢતે જા રહે હૈં. ૧૮ ટકા ડિવિડન્ડ મંજૂર થયું છે. આપણે ગત વર્ષની આંકડાકીય માહિતી જોઇ.  તેની સામે આ વર્ષના તા. ૨૩-૯-૨૦૨૬ સુધીના આંકડા જોઇએ તો, બિઝનેસ મિક્સ રૂા. ૧૨,૩૮૭ કરોડ, તેમાં રૂા. ૭,૨૧૧ કરોડની ડિપોઝીટ, રૂા. ૫,૧૭૬ કરોડનું ધિરાણ છે.

    નફો રૂા. ૭૩ કરોડ નોંધાયેલ છે અને મને આશા છે કે આ વર્ષના અંતે આપણી બેંક રૂા. ૧૫૦ કરોડનો પ્રોફીટ કરશે. બેંકના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત જ એક વર્ષમાં બિઝનેસમાં રૂા. ૧,૨૪૦ કરોડનો વધારો થયો છે.

    આ ઐતિહાસિક સિદ્ધિ છે. આપ સહુએ આપણી બેંકની કામગીરી ઉપર મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે. આને હું બિરદાવું છું. એટલે જ કહેવાય છે કે સિદ્ધ થવું હોય તો સહન પણ કરવું પડે અને એ જ વિજય પ્રાપ્ત કરે છે. આપણે કરેલા સત્કર્મોને લીધે આપણી બેંક પ્રગતિ કરી રહી છે. સત્કર્મનો એક અન્ય ભાગ જોઇએ તો, સામાજિક ઉત્તરદાયિત્ત્વનાં કાર્યો. તાજેતરની એક ઘટના જોઇએ તો, જૈન ગુરૂદેવ શ્રી નમ્રમુનિના જન્મદિનના અવસરે અર્હમ સેવા ગ્રુપ દ્વારા રિક્ષા માટે લોન આપવામાં આવે છે. તેઓ આપણી બેંક પાસે તા. ૧૬ના આવ્યા. બેંકની રૈયા રોડ શાખાએ ત્વરિત કામગીરી કરી આ તમામ લોન મંજૂર કરી. આ માટે તેઓ અભિનંદને પાત્ર છે. જે બ્રાન્ચ લેવલે કામ કરે છે .

    તેઓ આપણી બ્રાન્ડ ઉભી કરે છે. બીજું, સભાસદ પરિવારજનોને કેન્સર અને કીડની જેવી બીમારીમાં આર્થિક સહાય કરીએ છીએ. સભાસદોના લાભાર્થે લેબોરેટરીમાં નિદાન માટે રૂા. ૮૮ લાખ ૯૩ હજારની સહાય કરી છે. સભાસદ માટે અકસ્માત વીમો લીધેલ છે. તેમાં ગત વર્ષે આકસ્મિક મૃત્યુ પામેલ સભાસદોના પરિવારજનોને રૂા. ૨૪ લાખનો આર્થિક સધિયારો આપ્યો.

    અત્યાર સુધીમાં સભાસદોને આકસ્મિક અવસાનના કિસ્સામાં રૂા. ૩ કરોડ ૪૯ લાખની આર્થિક સહાય કરી. આવી જ રીતે, સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર અને સ્કોલરશીપ આપીએ છીએ. શહેરના સૌંદર્યીકરણ માટે યોગદાન આપેલું છે. છેલ્લા ૨૮ વર્ષથી ૪ થી ૧૬ વર્ષના બાળકો માટે નિશુલ્ક ક્રિકેટ કોચિંદ કેમ્પનું આયોજન કરીએ છીએ. સમાજ પાસેથી મેળવેલું સમાજને પરત આપીએ છીએ. આ બધા જ કાર્યોથી ફરીથી કહીશ કે હમ વિજય કી ઓર બઢતે જા રહે હૈં.

    બેંકના સીઇઓ અને જનરલ મેનેજર શ્રી વિનોદ શર્માએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ની આંકડાકીય માહિતીમાં, ડિપોઝીટ રૂા. ૬૯૦ કરોડના વધારા સાથે રૂા. ૭,૧૩૩ કરોડ, ધિરાણમાં રૂા. ૫૫૦ કરોડના વધારા સાથે રૂા. ૪,૭૬૪ કરોડ અને કુલ બિઝનેસમાં રૂા. ૧,૨૪૦ કરોડની વૃદ્ધિ સાથે રૂા. ૧૧,૮૯૭ કરોડ, ઓપરેટીંગ નફો રૂા. ૧૧૫.૯૯ કરોડ નોંધાયો. કુલ સ્વભંડોળ રૂા. ૧,૦૬૧.૫૪ કરોડ છે. રિઝર્વ બેંક ઓફ ઇંડિયાના નિયમ મુજબ સીઆરએઆર ૧૨ ટકા હોવો જોઇએ, તેને બદલે ખૂબ જ સારી સ્થિતિમાં એટલે કે ૧૭.૭૨ ટકા છે.

    સિંગલ બોરોઅર લિમિટ રૂા. ૧૨૬.૮૯ કરોડ અને ગ્રુપ બોરોઅર લિમિટ રૂા. ૨૧૧.૪૮ કરોડ છે. સતત છ વર્ષથી નેટ એનપીએ ઝીરો છે. નાનાં ધિરાણો મિનિમમ ૫૦ ટકા હોવા જોઇએ તેને બદલે આપણે ૮૬ ટકા છે. સભાસદોની સંખ્યા ૩,૬૧,૭૬૭ છે. સીડી રેશિયો ૬૫ ટકા હોવો જોઇએ તેને બદલે ૬૭ ટકા છે. યુપીઆઇ વ્યવહાર રૂા. ૯,૭૭૩ કરોડ અર્થાત ગત વર્ષ કરતાં ૨૭.૭૯ ટકાનો વધારો જોવા મળ્યો છે.આભાર દર્શન સીએ. શ્રી ચંદ્રેશભાઇ ધોળકિયાએ ર્ક્યું હતું. સરળ અને સફળ સંચાલન શ્રી રજનીકાંત રાયચુરાએ ર્ક્યું હતું.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: નિવા બુપા હેલ્થ વીમા કંપનીને વળતર ચુકવવા આયોગનો હુકમ
    Next Article Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત અધ્યાપકોનો અભિવાદન સમારોહ યોજાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026
    રાજકોટ

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026
    રાજકોટ

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026
    રાજકોટ

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026
    રાજકોટ

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 21:40
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026

    Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ

    September 29, 2026

    Rajkot: ચોરાઉ બાઈક સાથે બુટલેગર અને બાળ આરોપી ઝડપાયા

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.