Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત

    June 24, 2026

    Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

    June 24, 2026

    Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત
    • Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી
    • Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો
    • Chhota Udepur માં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો
    • આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા PM Modi ને આમંત્રણ,ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે મોકલ્યો સંદેશો
    • Narmada જિલ્લાનાં સાગબારામાં મેઘરાજાની સટાસટી : મોડી રાત્રીથી ધોધમાર
    • મનપાના પેન્શનર્સની હયાતીની ખરાઇ પ્રથમ વખત ડિજીટલ : પૂર્વ કર્મીઓને કચેરીના ધકકા બંધ થશે
    • Junagadh બનાવટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૂા.છ લાખનો દારૂ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ
    લેખ

    મંદિરોમાં દાનની રકમની ઉચાપત શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને અયોધ્યાના રામમંદિરના દાનની રકમની ઉચાપતના કિસ્સાએ આઘાત પહોંચાડયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તપાસની ખાત્રી આપી છે પરંતુ લોકોની શ્રધ્ધા સાથે રમાતી રમત ક્યારે અટકશે તેની ખબર નથી પડતી. ચોરી કરતા લોકોનેભગવાનથી ડરવાની સલાહ આપે છે પરંતુ ભગવાનના મંદિરના વહીવટકારો જ કટકી લેતા પકડાય છે. મંદિરોમાં થતી દાનના આવક કરોડોમાં હોય છે. તેનો પાઇપાઇનો હિસાબ રાખવો વહીવટદારોની ફરજ છે પરંતુ મદિરોના વહીવટમાં થતી ગોબાચારીના અહેવાલો છાશવારે ચમકે છે.

    અયોધ્યાનું રામમંદિર દેશના શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે પરંતુ કેટલાક તત્વો દાનમાં આવેલી સંપત્તિને પોતાની સંપત્તિ ગણીને બધું ઘરભેગું કરવામાં વ્યસ્ત રહેતા હોય છે. મંદિરોની આવક, ધર્મ ગુરૂઓની આવક વગેરેે એક કોર્પોરેટ કંપનીઓ જેવું હોય છે. મંદિરોમાં તેમ જ આશ્રમોમાં શ્રધ્ધાળુઓ આંખો મીચીને દાન કરતા હોય છે. દાન કરવાનો વ્યવહાર ધર્મ સાથે સંકળાયેલો છે. મંદિરની બહાર બેઠેલી ભિક્ષુકોની લાઇનમાં પણ લોકો દરેકને યથા શક્તિ દાન કરતા હોય છે.  દરેક ધર્મમાં દાનનો વિશેષ મહિમા વર્ણવેલો છે. 

    અનેક મંદિરોમાં સરકારે વહીવટદારો નિમીને આડેધડ વપરાતા પાસા પર અંકુશ મુકવામાં સફળતા મેળવી છે. તેમ છતાં પૈસો કેવી રીતે પોતાની તરફ સેરવી લેવો તેની આવડત અનેક લોકો પાસે હોય છે. દાનની રકમનું શું થશે તે વિશે કોઇ વિચારતું નથી. મંદિરોમાં જતો વર્ગ દાન માટે, મંદિરોમાં ફરતા સેવકો માટે, બહાર બેસતા કે ફરતા ભિક્ષુકો વગેરે માટે અલગ બજેટ રાખે છે. કેટલાક શ્રધ્ધાળુઓ ધાર્મિક પ્રવાસ દરમ્યાન પરચુરણ સાથે રાખે છે. મંદિરોમાં વિવિધ સ્તરે દાન પેટી રખાય છે જેમકે ગાયના ઘાસના પૈસા, વિવિધ ભોગ માટેના પૈસા, ભગવાનના વસ્ત્રો માટેના પૈસા વગેરે વગરે.

    શ્રધ્ધાળુઓ દાન પેટી છલકાવી દે છે. કેમકે તે લોકો દાનનો મહિમા સમજીને દાન કરે છે. દાનની રકમમાંથી પૈસો લેવાની દાનત રાખનારાઓ ભ્રષ્ટાચારી રાજકારણીઓ કરતા પણ વધુ બદમાશ હોય છે. દેખાવમાં સજ્જન અને હિસાબોમાં ચોખ્ખા લાગતા લોકો પૈસો જોઇને લપસી પડે છે. તેમને પૈસાનો યોગ્ય વહીવટ કરવાનું કામ સોંપાયું હોય છે પરંતુ તે ઘરભેગું કેવી રીતે કરવું તે વિચારતા હોય છે. આપણે ત્યાં લોકો મંદિરોમાં ચાલતા ગેરવહીવટના વિવાદમાં બહુ પડતા નથી કેમકે દરેક માને છેકે જે ખોટું કરશે તે ભરશે. જોકે જ્યારે વાત લાખોની ઉચાપતની હોય ત્યારે શ્રધ્ધાળુઓ પણ સમસમી જાય છે.

    આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરની વાર્ષિક આવક ૧૫૦૦ કરોડ રૂપિયા છે જ્યારે વૈષ્નો દેવી અને સુવર્ણમંદિરની આવક ૫૦૦ કરોડ જેટલી છે. શિરડીના સાંઇબાબા મંદિરની આવક ૪૮૦ કરોડ છે જ્યારે સબરીમાલા મંદિરની આવક ૨૪૫ કરોડ જેટલી છે. કરોડોની આવકમાં આળોટતા આ મંદિરોનો વહીવટ યોગ્ય હાથોમાં છે કે કેમ તે ચકાસવું જોઇએ પરંતુ અનેક વાર દરેક મંદિરો વિવિધ વિવાદમાં ફસાયેલા છે. શ્રધ્ધાળુઓ માટે દાનની રકમ ક્યાં વપરાય છે તે વિશે બહુ ચિંતા નથી હોતી પરંતુ જ્યારે ચોરીની વાતો બહુ ચર્ચાય છે ત્યારે લોકો  દાન આપતા પહેલાં અચકાય છે.

    અયોધ્યામાં રામમંદિરને મળેલી દાનની રકમમાં ઉચાપત બાબતે સરકારે સીટની રચના કરી છે. આવી ઉચાપત કરનારાઓ સામે કડક હાથે કામ લઇને સરકારે દાખલો બેસાડવો જોઇએ જેથી અન્ય મંદિરોના વહીવટકારો ઉચાપત કરવાથી દૂર રહે . ખરેખર સાચું જ કહ્યું છે કે જેમને ભગવાને બનાવ્યા તે જ આજે ભગવાનને બનાવી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગુરુવારે શિવયોગમાં Bhim Agiaras and Vedamata Gayatri જયંતિ

    June 23, 2026
    લેખ

    તંત્રી લેખ… બેદરકારીની આગ

    June 23, 2026
    લેખ

    નિજદોષ દર્શન એ જ હરિ કૃપા જ્ઞાનથી ભક્તિ સુધીની યાત્રા, વ્યાસ-નારદ સંવાદના અજવાળે કળિયુગનો ઉદ્ધાર માર્ગ

    June 22, 2026
    લેખ

    પ્રયત્નાદ્યતમાણસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ, એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ક્યા પ્રયત્નની વાત કરે છે?

    June 22, 2026
    લેખ

    Iran-US Islamabad MoU કરાર નિષ્ફળ ગયો છે, 24 કલાકની અંદર જ કટોકટીમાં પાછા ફર્યા

    June 22, 2026
    લેખ

    તંત્રી લેખ… હાનિકારક દવાઓ

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત

    June 24, 2026

    Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

    June 24, 2026

    Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

    June 24, 2026

    Chhota Udepur માં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો

    June 24, 2026

    આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા PM Modi ને આમંત્રણ,ઈરાનના રાષ્ટ્ર પ્રમુખે મોકલ્યો સંદેશો

    June 24, 2026

    Narmada જિલ્લાનાં સાગબારામાં મેઘરાજાની સટાસટી : મોડી રાત્રીથી ધોધમાર

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત

    June 24, 2026

    Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

    June 24, 2026

    Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.