Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે
    • Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો
    • Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત
    • શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM
    • Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
    • Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
    • ગુરુવારે શિવયોગ મા Bhima Agiaras and Vedamata Gayatri જયંતિ
    • Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Vaishno Devi મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી
    રાષ્ટ્રીય

    Vaishno Devi મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026Updated:April 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો અસલી નીકળી

    New Delhi, તા.૨૨

    હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર ૫-૬% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કર્યો છે.

    આ કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, હાલમાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે ચઢાવામાં મળેલી આશરે ૨૦ ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની સરકારી ટંકશાળમાં મોકલી હતી. બોર્ડને આશા હતી કે, આ ધાતુઓમાંથી અંદાજે રૂ. ૫૦૦ થી રૂ. ૫૫૦ કરોડ મૂલ્યની શુદ્ધ ચાંદી મળશે. જો કે ટંકશાળમાં થયેલી તપાસ અને શુદ્ધિકરણ બાદ, આ આંકડો ઘટીને માત્ર રૂ. ૩૦ કરોડ આસપાસ જ રહી જતા ટ્રસ્ટ પણ ચોંકી ઉઠ્યું હતું.

    ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો જ અસલી ચાંદી નીકળી. બાકીની ૯૫% થી વધુ ધાતુ સસ્તી અને મિલાવટી હતી.

    ચાંદી જેવી જ દેખાતી સસ્તી ધાતુઓ જેવી કે કેડમિયમ અને લોખંડનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય શ્રદ્ધાળુઓ માટે નરી આંખે આ મિલાવટ ઓળખવી અશક્ય છે.

    આ મિલાવટ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જોખમી છે.  કેડમિયમ એક અત્યંત ઝેરી ધાતુ છે. આ મિલાવટી ધાતુને અલગ કરવા માટે જ્યારે તેને પિગાળવામાં આવે છે, ત્યારે તેમાંથી કેડમિયમનો ધુમાડો નીકળે છે. આ ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાં અને કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. લાંબા ગાળે આનાથી કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. આ જ કારણે અનેક ગ્રાહક ઉત્પાદનોમાં કેડમિયમના ઉપયોગ પર પ્રતિબંધ છે.

    ભક્તો માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધાને કારણે છત્ર, છડા (પાયલ), સિક્કા કે અન્ય ચાંદીની વસ્તુઓ ખરીદીને ચઢાવે છે. પરંતુ ચાંદી વેચનારા વેપારીઓ આમાં ભારે મિલાવટ કરીને તેમની આસ્થા અને પૈસા બંને સાથે ચેડા કરી રહ્યા છે.

    આ મામલો ધાર્મિક સ્થળો પર થતી અનિયમિતતાઓ અને આર્થિક કૌભાંડો તરફ આંગળી ચીંધે છે. હવે જરૂરી છે કે આ અંગે કડક તપાસ થાય અને દોષિત વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી શ્રદ્ધાળુઓનો વિશ્વાસ કાયમ રહી શકે.

    95 percent Vaishno Devi Temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026
    રાષ્ટ્રીય

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનનો એકાધિકાર તોડવા India-US નો મોટો પ્લાન

    June 23, 2026
    રાષ્ટ્રીય

    ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026

    શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM

    June 23, 2026

    Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

    June 23, 2026

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.