Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    • Morbi બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો
    • Morbi હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો
    • Rajkot મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે
    • હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે : Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jetpur માં ભાદર નદી ‘ઝેર’ સમાન બનતા ખેડૂતો ૧૦ દિવસમાં ઉકેલ નહીં આવે તો GPCB કચેરીએ ઉપવાસ છાવણી નખાશે
    સૌરાષ્ટ્ર

    Jetpur માં ભાદર નદી ‘ઝેર’ સમાન બનતા ખેડૂતો ૧૦ દિવસમાં ઉકેલ નહીં આવે તો GPCB કચેરીએ ઉપવાસ છાવણી નખાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 27, 2026Updated:January 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Oplus_131072
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jetpur,તા.27
    જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર નદી હવે પ્રદૂષણના કારણે ઝેર સમાન બની જતાં ધરતીપુત્રોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. છેલ્લા ૪૦ વર્ષથી પ્રદૂષણ સામે ઝઝૂમતા કેરાળી અને લુણાગરાના ૬૦ થી ૭૦ જેટલા ખેડૂતોએ આજે ભાદર નદીના પટમાં ઉતરીને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ૧૦ દિવસમાં પ્રદૂષણનો કાયમી નિકાલ નહીં આવે તો જીપીસીબી કચેરીના ગ્રાઉન્ડમાં જ ‘ઉપવાસ છાવણી’ નાખવામાં આવશે અને આરપારની લડાઈ લડવામાં આવશે.
    રોષે ભરાયેલા ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે, જેતપુરમાં સક્રિય થયેલા પ્રદૂષણમાફિયા એનકેન પ્રકારે પ્રદૂષિત પાણીના ટેન્કરો ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે. બીજી તરફ, જેતપુર નગરપાલિકાનું દૂષિત પાણી પણ સીધું નદીમાં છોડવામાં આવે છે. જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે અધિકારીઓ માત્ર લૂલો બચાવ કરે છે. ખેડૂતોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, અમારા બાપ-દાદાઓ આ પ્રદૂષણ સામે લડતા લડતા શહીદ થઈ ગયા, છતાં બહેરા-મૂંગા તંત્રના પેટનું પાણી હલતું નથી.
    જીપીસીબીની કામગીરી સામે ખેડૂતોમાં એટલો અવિશ્વાસ છે કે, અધિકારીઓ સેમ્પલ લઈ ગયા બાદ રિપોર્ટમાં ‘ગોલમાલ’ કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આથી, ખેડૂતોએ જાતે જ પાણીનું એક સેમ્પલ ભરીને ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાના ઘરે સુરક્ષિત રાખ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકારી રિપોર્ટમાં લીલાલહેર બતાવવામાં આવશે તો અમે અમારું સેમ્પલ રજૂ કરીશું.
    ખેડૂતોએ અત્યંત ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જેતપુરમાં ભૂમાફિયાઓ સક્રિય છે, જે એનકેન પ્રકારે પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે. એટલું જ નહીં, શુદ્ધિકરણના નામે માત્ર નાટક ભજવાતું હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી સીધું જ નદીમાં છોડવામાં આવે છે અને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ માત્ર ‘લૂલો બચાવ’ કરે છે. શું જીપીસીબીએ નગરપાલિકાને પ્રદૂષિત પાણી છોડવાનો પરવાનો આપ્યો છે? તેવો સવાલ પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
    ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે અને અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ જૈસે થે છે. ખેડૂતોએ જીપીસીબીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા સેમ્પલના રિપોર્ટ માટે હજુ 1-2 દિવસનો સમય માંગવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને અધિકારીઓ ગોળગોળ જવાબ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
    ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે, તો ખેડૂતો ભાદર નદીના પટમાં અથવા જીપીસીબી કચેરી ખાતે ઉપવાસ છાવણી નાખવામાં આવશે.
    તંત્ર પરનો વિશ્વાસ હવે સંપૂર્ણપણે ઉઠી ગયો છે. જીપીસીબી સેમ્પલ લઈ જાય અને રિપોર્ટમાં ગોલમાલ કરે તેવી ભીતિ હોવાથી, આ વખતે ખેડૂતોએ “પૈસા સાચવે તેમ” પાણીનું એક સેમ્પલ ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાના ઘરે સાચવી રાખ્યું છે. જીપીસીબીના અધિકારીઓએ રિપોર્ટ માટે બે દિવસનો સમય માંગ્યો છે, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે.
    ખેડૂતોના વિરોધ બાદ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલીયાએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે, “અમે ૧૩ અને ૧૫ તારીખે તપાસ કરી હતી, જેમાં નગરપાલિકાના મેનહોલ ઉભરાતા જોવા મળ્યા હતા. આ અંગે ચીફ ઓફિસરને તાત્કાલિક મેનહોલ બંધ કરી પાણી એસટીપીમાં ડાયવર્ટ કરવા સૂચના અપાઈ છે. દેરડીધાર પાસેના પ્લાન્ટની પણ તપાસ કરીશું અને જો કોઈ કસૂરવાર જણાશે તો પગલાં લેવાશે.
    ખેડૂતોનું અલ્ટીમેટમ: ૧૦ દિવસમાં પરિણામ નહીં તો આંદોલન
    ખેડૂતોએ જણાવ્યું હતું કે, અધિકારીઓ રિપોર્ટ માટે હજુ બે દિવસનો સમય માગે છે. અમે ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં ભાદર નદીમાં ઠલવાતું પ્રદૂષણ બંધ નહીં થાય, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે.
    Jetpur Jetpur NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026

    Morbi તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026

    Morbi બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026

    Morbi હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.