Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
    • પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ
    • પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી
    • યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ
    • શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    • Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન (SCA) નો મામલો પણ હાઈકોર્ટમાં
    ખેલ જગત

    સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન (SCA) નો મામલો પણ હાઈકોર્ટમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.5
    મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં સ્ટે કરાયેલી હોદેદારોની ચૂંટણીમાં કોઈ દખલગીરી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કરીને આકરી ટીપ્પણી કરી છે. તે જ ધોરણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પણ ચૂંટણી પ્રક્રિયા સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે છે અને સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે.

    નવી સુનાવણી આગામી 12મી માર્ચે યોજાવાની છે. હાઈકોર્ટમાં થયેલી પીટીશનમાં કુલ 2033 પાના રજુ થયા છે અને તેમાં અનેકવિધ મુદ્દાઓના આક્ષેપ કરાયા હોવાનું બહાર આવ્યું છે.

    રૂરલ ક્રિકેટ એસોસીએશન ઓફ પોરબંદર દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના વહીવટ અને અન્ય અનેક મુદ્દાઓને આગળ ધરીને આ પીટીશન કરવામાં આવી છે. એસો.ના મંત્રી કિરીટભાઈ સવજાણીએ આ મામલે આજે `સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં અદાલતમાં રજૂ કરાયેલા મુદ્દાઓ જણાવતા કહ્યું કે મુખ્યત્વે નાણાકીય ગેરરીતિની શંકાના કારણે વહિવટદાર શાસન દાખલ કરીને 10 વર્ષના હિસાબોને ફોરેન્સીક ઓડીટ કરાવવા તથા સૌરાષ્ટ્રના તમામ 20 ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનોને મતાધિકાર આપવાની મુખ્ય માંગણીઓ છે.

    મતાધિકાર, મેમ્બરશીપ મામલે આપખુદશાહી સહિતના મુદાઓને ટાંકવામાં આવ્યા છે. અને અનેકવિધ દલીલ પૂરાવા સાથેના 2033 પાનામાં વિગતો સોંપવામાં આવી છે.  આ સમગ્ર પીટીશન થયા બાદ ગત ઓકટોબરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની ચૂંટણી સામે હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો હતો.

    30 ઓકટોબરે એસીએનાં હોદેદારોની ટર્મ પૂરી થતી હતી અને નવી ચૂંટણીની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હતી તે દરમ્યાન હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. ત્યારથી એસોસીએશનના વર્તમાન હોદેદારો `ઈન્ચાર્જ’ ગણી શકાય કારણ કે તેઓની ત્રણ-ત્રણ વર્ષની બે ટર્મ પૂરી થઈ ગઈ છે અને લોઢા કમિટીના નિયમો હેઠળ સળંગ ત્રીજી ટર્મ હોદા પર રહી શકાતું નથી. ત્રણ વર્ષ બાદ જ ફરી તેઓ હોદા પર આવી શકે છે.

    પીટીશનમાં એમ કહેવાયું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં લોઢા કમિટીના રીપોર્ટ અને સુપ્રીમ કોટના ચૂકાદાનો અમલ કરવામાં આવતો નથી. દરેક જીલ્લા ક્રિકેટ એસોસીએશનને પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી એટલું જ નહીં સૌરાષ્ટ્રના દરેક જીલ્લામાં ક્રિકેટનો વિકાસ કરવાના પગલા પણ લેવામાં આવતા નથી. હકિકતમાં ક્રિકેટ બોર્ડ આ માટે 100 કરોડ રૂપિયા એસોસીએશનને ફાળવતી હોય છે પરંતુ તે રકમ વિકાસમાં વાપરવામાં આવતી નથી.

    પીટીશનમાં રજૂ કરાયેલા મુદ્દાઓની વિગતોમાં તેમણે કહ્યું કે નાણાકીય વહીવટનો મુદો પણ ઉપસ્થિત કરાયો છે. એસોસીએશન અન્ડર-14થી માંડીને તાજાવાલા ટ્રોફી સહિતની અનેકવિધ ટુર્નામેન્ટ યોજે છે અને દરેક ટુર્નામેન્ટમાં માત્ર હોસ્પીટાલીટી બીલ 17 લાખથી માંડીને 35 લાખ સુધીના મુકવામાં આવે છે તે વિશે ધ્યાન દેવાયું છે આની સામે ટુર્નામેન્ટમાં કોઈ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તો તેની સારવાર માટે કોઈ ખર્ચ આપવામાં આવતો નથી. આ ખર્ચ જે તે ડીસ્ટ્રીકટ એસોસીએશનના માથે નાખી દેવામાં આવે છે.

    આ સિવાય સૌરાષ્ટ્રના દરેક 20 ડીસ્ટ્રીકટ એસોસીએશનોને એસસીએમાં મતાધિકાર આપવાનો મુદ્દો પણ મુખ્ય છે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં દરેક ક્રિકેટ એસોસીએશનને મતાધિકાર છે તે જ ધોરણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં મળવો જોઈએ.

    નાણાકીય હિસાબો મામલે વહિવટદાર નિમીને છેલ્લા 10 વર્ષનું ફોરેન્સીક ઓડીટ કરાવવામાં આવે તો અનેક નવા ખુલાસા થવાની આશંકા છે. કારણ કે એસીએનું ઓડીટનું કામકાજ સંસ્થાના જ સભ્યને સોંપવામાં આવ્યું છે અને વર્ષોથી તેઓ જ ઓડીટ કરે છે નિયમ મુજબ સંસ્થાના સભ્યો હોય તેને હિસાબ ઓડીટનું કામ આપી શકાતું નથી.

    સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસીએશનમાં અંદાજીત 470 સભ્યો છે તેમાં 120 જેટલા તોએક-બે પરિવાર કે તેમના સંબંધીત જ હોવાનું પીટીશનમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. વર્ષોથી હોદાઓ પર તેઓનું જ વર્ચસ્વ રહ્યું છે. અન્ય સભ્યોમાં પણ સંબંધી પરિવાર કે અંગત લોકો જ હોવાનો પણ પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    દરમ્યાન રૂરલ ક્રિકેટ એસોસીએશન ઓફ પોરબંદર દ્વારા સમગ્ર મામલો હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના પર સ્ટે પણ છે અને કાનૂની જંગ ચાલુ છે ત્યારે તેનું પરિણામ શું આવે છે તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન પણ પોતાના બચાવમાં અને આક્ષેપોનો હાઈકોર્ટમાં જવાબ આપતી હોવાનું સ્પષ્ટ છે.

    આ તમામ આક્ષેપો હોય જેને લઈને આગામી સુનાવણી હાઇકોર્ટમાં 12 માર્ચ 2026ના થશે. પણ અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઇતિહાસમાં સંભવિત પ્રથમ વખત એવું બન્યું હશે જ્યારે કોર્ટે ચૂંટણી યોજવા પર સ્ટે આપ્યો હોય.

    case High Court Saurashtra Cricket Association
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL Stadium Tickets પર 40% GSTનો વિરોધ; આ રમત સ્પર્ધા ફકત મનોરંજન નથી : ફ્રેન્ચાઈઝી

    April 21, 2026
    ખેલ જગત

    IPL 2026 : હોમગ્રાઉન્ડમાં હૈદરાબાદ આજે દિલ્હી સામે ટકરાશે

    April 21, 2026
    ખેલ જગત

    MI Vs GT : મુંબઈને ચાર હાર બાદ છેવટે વિજય `તિલક’, તિલક વર્માના અણનમ 101

    April 21, 2026
    ખેલ જગત

    ભારત અને ઓસ્ટ્રેલીયાએ નાગરિકતા આપીને ક્રિકેટ ટીમમાં લેવા ઓફર કરી હતી:Rashid Khan

    April 21, 2026
    ખેલ જગત

    Harbhajan Singh કોચ આશિષ નેહરાના વખાણ કરતાં કહ્યું છે કે તેમની ઉર્જા ફૂટબોલ કોચ જેવી છે

    April 21, 2026
    ખેલ જગત

    IPL 2026 : સૌથી વધુ મેચો હારવાનો રેકોર્ડ રહાણેના નામે !

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.