Mumbai, તા.17
બોલીવૂડના દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઇટર અને અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનનું સ્વાસ્થ્ય લથડતા તેઓને મુંબઇની લીલાવંતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સલમાન ખાન સહિતના તેમના કુટુંબીજનો હોસ્પીટલ ખાતે પહોંચી ગયા છે.
હોસ્પીટલ બહાર સલમાન ખાન અત્યંત ચિંતામાં હોવાનું જણાતા ભારે સુરક્ષા વચ્ચે તેણે હોસ્પીટલમાં પત્રકારો સાથે વાતચીત કરવાનો ઇન્કાર કર્યો હતો. સલીમ ખાનનું સ્વાસ્થ્ય બગડતા તેની પુત્રી અલવીરા અને જમાઇ પણ હોસ્પીટલ પહોંચ્યા છે.
બોલીવૂડના અનેક જાણીતા ચહેરાઓ પણ હોસ્પીટલ ભણી રવાના થયા છે. બોલીવૂડમાં જાવેદ અખ્તર સાથે રહી શોલે સહિતની અનેક હિટ ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવામાં સલીમ ખાનની ભૂમિકા મહત્વની બની રહી હતી અને તેઓ લાંબા સમયથી નિવૃત્તિ લીધી હતી.

