Surendaranagar , તા.27
અંતિમ સામાન્ય સભામાં ધ્રાંગધ્રા નગરપાલિકાના કુલ 36 સુધરાઈ સભ્યો પૈકી ભાજપના 35 અને 1 કોંગે્રસ સહિત કુલ 36 સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા. વર્તમાન ટર્મ આગામી 25 માર્ચના રોજ પૂર્ણ થવાની છેજિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાની વર્તમાન ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઇ હતી જેમાં 8 કરોડના વિકાસના કાર્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
નગરપાલિકાની વર્તમાન ટર્મ આગામી 25 માર્ચના રોજ પૂર્ણ થવાની છે તે પહેલા આજે છેલ્લી સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં મંજુર થયેલ કામોમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળના રોડ, પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઇટ અને ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે આ તમામ કામો શહેરના માળખાકીય સુવિધા અને સુધારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

