Rajkot, તા.7
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી માટેની પરીક્ષા-એનું તા.15ના રોજ આયોજન થયેલ હતું પરંતુ આ દિવસે ભરતી સંબંધી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થયેલ હોવાથી ઉમેદવારોના હિતમાં ઉપરોક્ત પરીક્ષા હવે તા.16ને સોમવારના રોજ બપોરે 11 થી 12-30 કલાક દરમ્યાન યોજવામાં આવશે
જેની ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે. અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આયોજિત કરાયેલ આ ભરતી પરીક્ષાના દિવસે ગુજરાત યુનિ. દ્વારા પણ પરીક્ષા ગોઠવવામાં આવી હતી. જેના કારણે ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ હવે આ ભરતી પરીક્ષાની તારીખ બદલાવી તા.16 કરવામાં આવી છે.

