પોતાના ઘરે કાવ્ય ચાવડાએ અગમ્ય કારણોસર પગલું ભરતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
Rajkot
શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં મોડી રાત્રે યુવકે અગમ્ય કારણોસર પોતાના હાથે બ્લેડના ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. યુવકને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સંતકબીર રોડ પર આવેલા મયુરનગર-૧ માં રહેતા કાવ્યભાઈ હરેશભાઈ ચાવડા (ઉં.૨૧)એ ગઈકાલે રાત્રિના ૧૦:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર આવેશમાં આવી જઈ ડાબા હાથ પર બ્લેડ મારી દીધી હતી. ઘટનાને પગલે પરિવારજનોએ કાવ્યભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ચોકી દ્વારા આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. ૨૧ વર્ષના યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

