New Delhi,તા.19
ભારતના ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ કહે છે કે તે ટેસ્ટ ક્રિકેટ પણ રમવા માંગે છે, તેને વનડે ક્રિકેટ પસંદ નથી, પરંતુ ટી20 તેની તાકાત છે કારણ કે “તેણે તેમાં કુશળતા મેળવી લીધી છે.” સૂર્યા ભારતની પ્રભાવશાળી વર્લ્ડ કપ સફળતાથી ખુશ હતો.
તેણે ટેસ્ટ ક્રિકેટ ન રમવાની પોતાની નિરાશા વિશે ખુલ્લી ને વાત કરી. સૂર્યાએ યાદ કર્યું કે તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી હતી. તેણે કહ્યું, “તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમને મળશે. મેં પણ રેડ-બોલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને 10-12 વર્ષ સુધી રણજી ટ્રોફી રમી. મેં મુંબઈમાં ઘણી રેડ-બોલ ક્રિકેટ રમી, પરંતુ ધીમે ધીમે, જ્યારે અમે સફેદ બોલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, ત્યારે મને તે પસંદ આવ્યું.
તે પછી, મને ઝ20 ફોર્મેટમાં રસ પડ્યો. મેં ઘઉઈં માં પણ સારું રમવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે બહુ કરી શક્યો નહીં. ઝ20 ક્રિકેટ જે રીતે ચાલી રહ્યું છે, તેમાં મારો સારો હાથ છે, એમ કહી શકાય.”
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને તક મળે તો તે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગશે, ત્યારે સૂર્યાએ જવાબ આપ્યો, “હું ખૂબ ખુશ થઈશ, કારણ કે મેં 2010-11 થી 2020 સુધી ઘણી રેડ-બોલ ક્રિકેટ રમી છે.”
સિક્સ્થ સેન્સ થી ઈશાન ને ટીમમાં લીધો હતો
કેપ્ટન સૂર્યાએ કહ્યું કે ઝ20 વર્લ્ડ કપ ટીમમાં ‘પાવર હિટર’ ઈશાન કિશનને પસંદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે સિક્સ્થ સેન્સ થી લેવામાં આવ્યો હતો, કારણ કે તેમને લાગ્યું કે બિહારના આ બેટ્સમેનમાં ‘X ફેક્ટર’ છે જે મેચોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જિતેશ શર્માની જગ્યાએ ઈશાનને પસંદ કરવાનું કારણ શું હતું, ત્યારે તેમણે કહ્યું, “આ સંપૂર્ણ સિક્સ્થ સેન્સ આધારે લેવામાં આવેલો નિર્ણય હતો. તે સમયે જિતેશ માટે તે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે તે એક વર્ષથી વધુ સમયથી ટીમ સાથે હતો. અને તે રમી રહ્યો હતો; જો તે રમી રહ્યો ન હોત, તો વાર્તા અલગ હોત.”

