Rajkot, તા.23
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને એસી શ્રેણીમાં સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને ટિકિટની વધુ ઉપલબ્ધતા સાથે વધુ આરામદાયક મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે.
ઓખા-નાથદ્વારા એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી 27 મે 2026 અને નાથદ્વારાથી 28 મે 2026 થી અમલી બનશે. ઓખા-બિલાસપુર એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે.
આ વ્યવસ્થા ઓખાથી 23 મે 2026 અને બિલાસપુરથી 25 મે 2026 થી અમલી બનશે. રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા રાજકોટથી 21 મે 2026 અને દિલ્હી સરાય રોહિલ્લાથી 22 મે 2026 થી અમલી બનશે.
રાજકોટ-રીવા એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા રાજકોટથી 24 મે 2026 અને રીવાથી 25 મે 2026 થી અમલી બનશે. જામનગર-તિનલવેલી એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા જામનગરથી 23 મે 2026 અને તિરુનલવેલીથી 26 મે 2026 થી અમલી બનશે.
હાપા-મડગાંવ એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાપાથી 27 મે 2026 અને મડગાંવથી 29 મે 2026 થી અમલી બનશે. વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવી છે. આ વ્યવસ્થા વેરાવળથી 27 મે 2026 અને ઈન્દોરથી 26 મે 2026 થી અમલી બનશે.
વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસઃ આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવી છે. આ વ્યવસ્થા વેરાવળથી 23 મે 2026 અને બાંદ્રા ટર્મિનસથી 22 મે 2026 થી અમલી બનશે.
મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે રેલ્વેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

