Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»આધ્યાત્મિક ઉત્સવ Navratri
    ધાર્મિક

    આધ્યાત્મિક ઉત્સવ Navratri

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે.વર્ષના જેટલા દિવસો છે તેના કરતાં વધુ તો ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. આવો જ આધ્યાત્મિક ઉત્સવ એટલે નવરાત્રિ.આપણી માતા દિકરી પત્ની અને પૂત્રવધૂમાં પણ આ શક્તિ હાજરાહજુર છે તે શક્તિની પૂજાનો તથા નવ દેવીઓની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ.નવલા નોરતા એટલે શક્તિ-ભક્તિ અને મસ્તીનો સંગમ.સ્ત્રીના અનેક રૂપોમાંનું એક રૂપ છે ગરબે ગુમતી નારીશક્તિ.નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવદુર્ગાની આરાધના કરવાથી દુઃખ, દરીદ્રતા,દુરાચાર અને દુર્ગતિનો નાશ થાય છે.આવો શક્તિના આ નવ સ્વરૂપોનાં દર્શન કરીએ..

    (૧) આદ્યશક્તિનું પ્રથમ સ્વરૂપ શૈલપૂત્રી છે.પર્વતરાજ હિમાલયની પૂત્રી હોવાથી તેમને શૈલપૂત્રી કહેવામાં આવે છે.તેમની પૂજા કરવાથી મૂલાધારચક્ર જાગ્રત થતાં તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.જન્મ ગ્રહણ કરતી કન્યાએ શૈલપૂત્રીનું સ્વરૂપ છે.

    (ર) આદ્યશક્તિનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી-તપશ્ચારિણીનું છે. ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા ઘોર તપસ્યા કરી હતી એટલે તેમને તપશ્ચારિણી કે બ્રહ્મચારિણી કહેવાય છે,તેમની ઉપાસના કરવાથી તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થતાં મનુષ્ય કર્તવ્ય-પથથી વિચલિત થતો નથી.કૌમાર્ય અવસ્થા સુધીની દિકરીએ બ્રહ્મચારિણીનું સ્વરૂપ છે.

    (૩) આદ્યશક્તિની ત્રીજુ શક્તિનું નામ ચંદ્રઘંટા છે,તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તક ઉપર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે એટલે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની ઉપાસના કરવાથી મણિપુરચક્ર જાગૃત થવાથી સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે.વિવાહ ન થાય ત્યાંસુધી ચંદ્રમા સમાન નિર્મળ પવિત્ર હોવાથી દિકરી ચંદ્રઘંટા સમાન છે.

    (૪) આદ્યશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ કૂષ્માણ્ડા છે.જેમના મંદ હલ્કા હાસ્યના દ્વારા બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માણ્ડા દેવી કહેવામાં આવે છે.આ દિવસે મન અનાહત ચક્રમાં હોવાથી અત્યંત પવિત્ર અને અચંચળ મનથી ઉપાસના કરવાથી રોગ-શોક દૂર થાય છે,આયુષ્ય બળ યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવા જીવને જન્મ આપવા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી કૂષ્માંડા સ્વરૂપ છે.

    (૫) આદ્યશક્તિ દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંન્દમાતા તરીકે ઉપાસના કરવામાં આવે છે.ભગવાન સ્કંન્દની માતા હોવાના કારણે સ્કંન્ધ માતાના નામથી જાણવામાં આવે છે. આ દિવસે મન વિશુદ્ધ-ચક્રમાં અવસ્થિત હોવાથી ચિત્તવૃત્તિઓનો લોપ થઇ જાય છે.સંતાનને જન્મ આપ્યા પછી સ્ત્રી સ્કંદમાતા બની જાય છે.

    (૬) આદ્યશક્તિનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની છે.મહર્ષિ કાત્યાયનના તપથી પ્રસન્ન થઇ આદ્યશક્તિ તેમના ઘેર પૂત્રીના રૂપમાં અવતરીત થયા હતા.તેમની ઉપાસના કરવાથી આજ્ઞાચક્ર ખુલે છે. સંયમ-સાધનાને ધારણ કરનાર સ્ત્રી કાત્યાયની રૂપ છે.

    (૭) આદ્યશક્તિનું સાતમું સ્વરૂપ કાળનો નાશ કરનાર હોવાથી કાલરાત્રિ તરીકે ઓળખાય છે.તેમની સાધના કરવાથી સહસ્ત્રારચક્ર ખુલે છે.પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને જીતી લેનાર સ્ત્રી કાલરાત્રી જેવી હોય છે.

    (૮) આદ્યશક્તિનું આઠમા સ્વરૂપ મહાગૌરીની ઉપાસના કરવાથી અસંભવ કાર્ય સંભવ બને છે.સંસારનો ઉપકાર કરવાથી તે મહાગૌરી બની જાય છે.કુટુંબ જ તેના માટે સંસાર હોય છે.

     (૯) આદ્યશક્તિનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી કે જે તમામ સિદ્ધિઓની દાત્રી છે.દુનિયાને છોડીને પરમધામ પ્રયાણ કરતાં પહેલાં સંસારમાં પોતાના સંતાનોને સિદ્ધિ એટલે કે તમામ સુખ-સંપદાનો આર્શિવાદ આપનારી સ્ત્રી સિદ્ધિદાત્રી બની જાય છે.આપણા ઘરમાં શક્તિના નવ સ્વરૂપોને શક્તિનાં સ્વરૂપ સમજી આપણી માતા-દિકરી અને પૂત્રવધૂમાં શક્તિનાં દર્શન કરીએ તેમનો આદર સત્કાર કરીએ એ જ સાચી શક્તિ ઉપાસના છે.

    જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.આપણે અમારી આસપાસ રહેતી તમામ દિકરીઓ અને સ્ત્રીઓના પ્રત્યે આદરભાવ રહેશે તો ઘણી ખરાબ ઘટનાઓ બનતાં અટકી જશે. જે ઘરમાં મા દુઃખી છે તે ઘરમાંથી ક્લેશ જતો નથી, જે ઘરમાં વહું દુઃખી છે તે ઘરમાંથી ગરીબી જતી નથી અને જે ઘરમાં દિકરી દુઃખી છે તે ઘરમાંથી બિમારી જતી નથી.

    પરબ્રહ્મની સક્રિય અવસ્થાનું નામ શક્તિ છે.સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત નિર્વિકાર પરમસત્તાનું નામ શિવ છે.બ્રહ્માંડનું સર્જન એક પ્રભુ પરમાત્મામાંથી થયું છે.પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ બન્યા જેને આપણે શક્તિ કહીએ છીએ.નરનારીનાં રૂપે વ્યાપ્યાં સઘળે ર્માં..એટલે કે દરેક નર-નારીનું શરીર પાંચ તત્વોનું બનેલું છે અને તેને ચેતનતા આપનાર છઠ્ઠુ તત્વ આત્મા એ જ પરાત્પર બ્રહ્મ શિવ છે.પરમેશ્વરને પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે.ભગવાન શિવ પાર્વતીને કહે છે કે શક્તિ વિના હું શવ(મડદું) સમાન છું.પ્રાણી માત્રના શરીરમાં રહેલી ચેતનાશક્તિ(પ્રાણશક્તિ) નીકળી જાય એટલે તેનું શરીર શવ(મડદું) બની જાય છે.

    જગદંબાની આઠ ભૂજા પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર..આ આઠ પ્રકૃતિનો બોધ થાય છે.તેમના હાથમાં સુદર્શનચક્ર,શંખ,ગદા,તલવાર,ધનુષ્ય,બાણ,ત્રિશૂળ અને આર્શિવાદ આપતો આઠમો હાથ.સુદર્શનચક્ર અભયનું સૂચક છે તેનાથી ભક્તોની રક્ષા કરે છે.માનવ મન હંમેશાં ચક્રની જેમ ફરતું રહે છે. સમગ્ર સંસાર પણ ચક્રની જેમ ફરે છે તેનો બોધ આપે છે.શંખનો અર્થ છે ઉપાધિને શાંત કરનાર.શંખધ્વનિ સાંભળીને દુષ્ટ પ્રેતાત્માઓ ભાગી જાય છે.આપણા વિચાર અને વર્તનમાં વિરૂદ્ધ ભાવના દૂર કરવાનો સંકેત શંખ આપે છે.ધનુષ્ય સંકલ્પ-વિકલ્પ રહિત મન અને પ્રાણનું પ્રતિક છે.મનને અંતર્મુખ કરીને બ્રહ્મરૂપી લક્ષ્યનું વેધન કરવાનું સૂચન કરે છે.

    ભવાન્યષ્ટકમ્ શ્રીશંકરાચાર્યજી દ્વારા રચિત ર્માં ભવાની (શિવા-દુર્ગા)ની શરણાગતિનું સ્ત્રોત છે.ર્માં ભવાની શરણાગત વત્સલા થઇને પોતાના ભક્તને ભોગ-સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.દૈવીના શરણમાં આવનાર મનુષ્યો ઉપર વિપત્તિ આવતી નથી.ભવાન્યષ્ટકમ્ દેવી ભવાનીની સ્તુતિનો મુખ્ય પાઠ છે.જેનો નવરાત્રિ કે દુર્ગાપૂજાના અવસરે પાઠ કરવામાં આવે છે.દેવી ભવાની હિન્દુધર્મમાં શક્તિના રૂપમાં પૂજાય છે.જેનો પાઠ કરવાથી ભક્તોને દેવીની કૃપા-સુખ અને સફળતાની પ્રાપ્તિ થાય છે.

    ભવાન્યષ્ટકમમાં શ્રી શંકરાચાર્યજી ભવાનીની સ્તુતિ કરતાં કહે છે કે હું પુણ્ય કરવાનું,તીર્થોનું સેવન કરવાનું કે મુક્તિ કેમ પ્રાપ્ત કરવી તેનું મને ભાન નથી.હે માતા ! ભક્તિ કે વ્રત પણ મને ખબર નથી,તમે જ કેવળ મારૂં શરણ છો.તમે વિવાદમાં,વિષાદ(સુખ-દુઃખ)માં,પ્રમાદમાં,પ્રવાસમાં,જળમાં,અગ્નિમાં,પર્વતો ઉપર, શત્રુઓ વચ્ચે અને વન-જંગલમાં સદા મારૂં રક્ષણ કરજો.

    Navratri
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-1

    June 3, 2025
    ધાર્મિક

    Karma Katha…ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે?

    June 2, 2025
    લેખ

    બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માની સ્તુતિ કરે છે

    May 31, 2025
    લેખ

    પ્રાર્થનાની શક્તિ

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.