Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે
    • પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા
    • મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો
    • Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે
    • મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka
    • Pakistan સૈન્યના વખાણ કરી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા
    • Delhi ના નવા એલજી તરણજીત સિંહને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અભિનંદન પાઠવ્યા
    • ભારત ઝૂકશે નહીં : અમેરિકી છૂટ પૂરી થયા પછી પણ રશિયન તેલ અને LPG નો આયાત જારી રાખશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»સાતમા નોરતે ર્માં કાલરાત્રિ દેવીની ઉપાસના કરીએ
    ધાર્મિક

    સાતમા નોરતે ર્માં કાલરાત્રિ દેવીની ઉપાસના કરીએ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 24, 2026Updated:March 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા,

    લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી

    વામ્પાદોલ્લસસલ્લોહલતાકણ્ટકભૂષણા

    વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી 

    નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના સાતમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના સાતમા સ્વરૂપ ર્માં કાલરાત્રિ દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ.પોતાના સંકલ્પથી પતિના અકાળ મૃત્યુને જીતી લેનાર સ્ત્રી કાલરાત્રી સમાન છે.કાલરાત્રી દેવીના શરીરનો રંગ ગાઢ અંધકાર જેવો એકદમ કાળો છે.માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે.તેમને ત્રણ નેત્ર છે.આ ત્રણે નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે.જેમાંથી વિદ્યુત સમાન ચમકીલા કિરણો નીકળી રહ્યા છે.તેમના નાકમાંથી નીકળતા શ્વાસ-પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળે છે.તેમનું વાહન ગધેડો છે. 

    પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું.શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે.ર્માં કાલરાત્રિનું મુખ્ય મંદિર ”કોલકાતાના કાલિઘાટ” પર આવેલું છે.જમણી બાજુના ઉપર તરફના હાથ વરમુદ્રાથી તમામને વરદાન આપી રહ્યા છે અને નીચે તરફનો હાથ અભયમુદ્રામાં છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં ખડગ અને નીચે તરફના હાથમાં વજ્ર છે. ર્માં કાલરાત્રીનું સ્વરૂપ જોવામાં ભયંકર લાગે છે પરંતુ તે હંમેશાં શુભ ફળ આપનાર છે.માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રિને શુભઙ્કરી તરીકે પણ ઓળખવામાં આવે છે. 

    દુર્ગાપૂજાના સાતમા દિવસે ર્માં કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત હોય છે.તેમના માટે બ્રહ્માંડની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલવા લાગે છે.આ ચક્રમાં સ્થિત સાધકનું મન પૂર્ણતઃ ર્માં કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે.તેમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યના તે ભાગીદાર બને છે.તેમના તમામ પાપો-વિઘ્નોનો નાશ થાય છે.તેમને અક્ષય પુણ્યલોકોની પ્રાપ્તિ થાય છે.ર્માં કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે.દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણમાત્રથી ભયભીત થઇને ભાગી જાય છે.ર્માં કાલરાત્રિ ગ્રહ-બાધાઓ દૂર કરનાર છે.તેમના ઉપાસકને અગ્નિ જળ જીવ જંતુ શત્રુ વગેરેનો ભય ક્યારેય થતો નથી.તેમની કૃપાથી ઉપાસક ભયમુક્ત બની જાય છે. 

    ર્માં કાલરાત્રિના સ્વરૂપને પોતાના હ્રદયમાં ધારણ કરીને મનુષ્યએ એકનિષ્ઠ ભાવથી તેમની ઉપાસના કરવી જોઇએ.યમ-નિયમ અને સંયમનું પૂર્ણ પાલન કરવું જોઇએ.મન-વચન અને શરીરની પવિત્રતા રાખવી જોઇએ.તે શુભઙ્કરી દેવી છે.અમારે નિરંતર તેમનું સ્મરણ-ધ્યાન અને પૂજન કરવું જોઇએ.ર્માં કાલરાત્રિ સંસારના અંધકારને નષ્ટ કરી જ્ઞાનનું બીજ વાવે છે.જે તેમની ઉપાસના કરે છે તેને કાળનો ભય રહેતો નથી.ર્માં કાલરાત્રિને ગોળની બનાવેલી વાનગીનું નૈવેદ્ય ધરાવાથી પીડા દુર થાય છે અને ભયમુક્તિના આશિષ પ્રદાન કરે છે.ર્માં કાલરાત્રીના પૂજન સમયે કૃષ્ણ કમળ કે કોઇ નીલા રંગનું પુષ્પ દેવીને અર્પણ કરવું.માતાજીને ફળના પ્રસાદ રૂપે ચિકુનો ભોગ ધરાવવો જોઇએ.દેવીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે કેસરી રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ.આ વસ્ત્ર ધારણ કરવાથી સાધકને સકારાત્મક ઊર્જાનો અહેસાસ થશે. 

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    ગીતા પુનર્જન્મવાદી છે, આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 16, 2026
    લેખ

    શ્રીકૃષ્ણ કહે છે કે, તું તારો મિત્ર બન! કારણ કે અહીં પોતાનાં દ્વારા જ પોતાનો ઉદ્ધાર છે

    April 15, 2026
    લેખ

    સંન્યાસ એ જ સર્વોત્તમ માર્ગ છે, એ માન્યતાને રદિયો આપનારાં વલ્લભાચાર્યજી ની જય હો!

    April 14, 2026
    લેખ

    મનુષ્ય જ્યાં સુધી વિકાર-વાસનામાં ફસાયેલો છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.

    April 11, 2026
    લેખ

    જે કર્મો વડે જીવ બંધાય છે તે જ કર્મો વડે તેની મુક્તિ થઇ જાય છે-એ ઉત્તમ રહસ્ય છે

    April 11, 2026
    લેખ

    મા રત્નાવલીનાં માતૃ શરીરમાં પંચ મહાભૂત ઉપરાંત બીજા પાંચ તત્વો પણ છે

    April 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026

    Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે

    April 17, 2026

    મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka

    April 17, 2026

    Pakistan સૈન્યના વખાણ કરી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.