Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે
    • પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા
    • મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો
    • Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે
    • મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka
    • Pakistan સૈન્યના વખાણ કરી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા
    • Delhi ના નવા એલજી તરણજીત સિંહને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અભિનંદન પાઠવ્યા
    • ભારત ઝૂકશે નહીં : અમેરિકી છૂટ પૂરી થયા પછી પણ રશિયન તેલ અને LPG નો આયાત જારી રાખશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ચૈત્ર નવરાત્રીઃઆઠમા નોરતે ર્માં મહાગૌરીની ઉપાસના કરીએ
    ધાર્મિક

    ચૈત્ર નવરાત્રીઃઆઠમા નોરતે ર્માં મહાગૌરીની ઉપાસના કરીએ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ

    મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા.. 

    નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના આઠમા દિવસે જેમની ઉપાસના કરવામાં આવે છે તે ર્માં દુર્ગાના આઠમા સ્વરૂપ ર્માં મહાગૌરી દેવીના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. સ્ત્રીના માટે તેનું કુટુંબ જ તેના માટે સંસાર હોય છે.સંસાર ઉપર ઉપકાર કરવાથી તે મહાગૌરી બની જાય છે. 

    ર્માં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે.તેમનો વર્ણ પૂર્ણતઃ ગોરો છે.આ ગૌરતાની ઉપમા શંખ-ચંદ્ર અને કસ્તુરી મોગરાના ફુલ સાથે કરવામાં આવે છે.તેમનું આયુષ્ય આઠ વર્ષનું માનવામાં આવે છે “અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી.” તેમના તમામ વસ્ત્રો અને આભૂષણ વગેરે શ્વેત છે એટલે “શ્વેતાંબરધરા” તરીકે પણ ઓળખાય છે.તેમને ચાર હાથ છે.તેમનું વાહન વૃષભ છે તેથી તેમને વૃષારૂઢ તરીકે ઓળખાય છે. દૈવી મહાગૌરી રાહુ ગ્રહનું સંચાલન કરે છે. 

    જમણી બાજુનો ઉપર તરફનો હાથ અભય મુદ્રામાં અને નીચે તરફના હાથમાં ત્રિશૂળ છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં ડમરૂ અને નીચે તરફનો હાથ વરમુદ્રામાં છે.તેમની મુદ્રા અત્યંત શાંત છે.પોતાના પાર્વતીરૂપમાં તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘણી જ કઠોર તપસ્યા કરી હતી.

    ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમને ભગવાન શિવને વરવા માટે કઠોર સંકલ્પ લીધો હતો..

    જન્મ કોટિ લગિ રગર હમારી, બરઉં શંભુ ન ત રહઉં ર્કુંઆરી.. 

    આ કઠોર તપસ્યાના કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું.તેમની તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઇને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું ત્યારે તે વિદ્યુત-પ્રભા સમાન અત્યંત ક્રાંતિમાન ગૌર બની ગયું હતું ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું હતું.મહાગૌરીનું વ્રત નવરાત્રીમાં આસો સુદ આઠમના દિવસે કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે. 

    દુર્ગાપૂજાના આઠમા દિવસે દેવી મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે.તેમની શક્તિ અમોઘ અને તરત જ ફળ આપનારી છે.તેમની ઉપાસનાથી ભક્તોના તમામ પાપો ધોવાઇ જાય છે.તેમનાં પૂર્વનાં સંચિત પાપો નષ્ટ થઇ જાય છે.ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુઃખ ક્યારેય તેમની પાસે આવતાં નથી. ગ્રહદોષ દૂર થાય છે.તે તમામ પ્રકારથી પવિત્ર અને અક્ષય પુણ્યોનો અધિકારી બની જાય છે.તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમમાં વધારો થાય છે, ભય-નિરાશા અને ચિંતા દૂર થાય છે.જીવનમાં આવતા સંઘર્ષોનો સામનો કરવાની શક્તિ મળવાથી સાધકનું મન કર્તવ્ય-માર્ગથી વિચલિત થતું નથી. 

    મહાગૌરી માતાજીનું ધ્યાન-સ્મરણ, પૂજન-આરાધના ભક્તોના માટે કલ્યાણકારી છે.અમારે હંમેશાં તેમનું ધ્યાન કરવું જોઇએ.તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.મનથી અનન્યભાવ અને એકનિષ્ઠાથી મનુષ્યએ હંમેશાં તેમના ચરણારવિંદોનું ધ્યાન કરવાથી તે ભક્તોના કષ્ટ દૂર કરે છે. તેમની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્યો પણ સંભવ બની જાય છે એટલે તેમના ચરણોની શરણ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ.પુરાણોમાં તેમની મહિમાનું પ્રચુર આખ્યાન કરવામાં આવ્યું છે તેનું પઠન-શ્રવણ કરવું જોઇએ.ર્માં મહાગૌરી મનુષ્યોની વૃત્તિઓને સત્યની તરફ પ્રેરીત કરીને અસતનો વિનાશ કરે છે. અમારે પ્રપત્તિભાવ(શક્તિના શરણે જવાના ભાવ)થી હંમેશાં તેમની શરણાગતિ સ્વીકારવી જોઇએ.. 

    નીચેનો મંત્ર બોલી તેમની સ્તુતિ કરવામાં આવે છે..

    યા દેવી સર્વભૂતેષુ ર્માં મહાગૌરી રૂપેણ સંસ્થિતા

    નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ 

    આ દિવસે માતા દુર્ગાને નારીયળનો ભોગ લગાવવો જોઇએ.આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ.જે સાર્વત્રિક પ્રેમ-કરૂણા અને દયાનું પ્રતિક છે. 

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    ગીતા પુનર્જન્મવાદી છે, આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 16, 2026
    લેખ

    શ્રીકૃષ્ણ કહે છે કે, તું તારો મિત્ર બન! કારણ કે અહીં પોતાનાં દ્વારા જ પોતાનો ઉદ્ધાર છે

    April 15, 2026
    લેખ

    સંન્યાસ એ જ સર્વોત્તમ માર્ગ છે, એ માન્યતાને રદિયો આપનારાં વલ્લભાચાર્યજી ની જય હો!

    April 14, 2026
    લેખ

    મનુષ્ય જ્યાં સુધી વિકાર-વાસનામાં ફસાયેલો છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.

    April 11, 2026
    લેખ

    જે કર્મો વડે જીવ બંધાય છે તે જ કર્મો વડે તેની મુક્તિ થઇ જાય છે-એ ઉત્તમ રહસ્ય છે

    April 11, 2026
    લેખ

    મા રત્નાવલીનાં માતૃ શરીરમાં પંચ મહાભૂત ઉપરાંત બીજા પાંચ તત્વો પણ છે

    April 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026

    Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે

    April 17, 2026

    મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka

    April 17, 2026

    Pakistan સૈન્યના વખાણ કરી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.