યુવાને દેણું ઉતારવા વિદેશમાં રહી નોકરી કરવાનું નક્કી કર્યું, સાળાએ પણ તૈયારી દર્શાવી : પરિજનોએ રિટર્ન ટિકિટની વ્યવસ્થા કરતા દંપતીઓ વતન પરત ફર્યા :
Rajkot
શાપરના સાળા-બનેવી દંપતીને મકાઉ દેશમાં ત્રણ દિવસના ટુરિસ્ટ વિઝા પર મોકલી હવે ત્યાં તમારી રીતે નોકરીની વ્યવસ્થા કરી લેજો કહી હાથ ઉંચા કરી દેતાં બંને યુવાનો વિદેશમાં નિસહાય બની ગયા હતા. બાદમાં યુવાનોએ પરિજનોને વાત કરતા તેમની રિટર્ન ટિકિટની વ્યવસ્થા થતાં વતન પરત ફર્યા હતા. સમગ્ર મામલે શાપર(વે.) પોલિસેં ગુનો નોંધી સૂરતાના શખ્સની શોધખોળ શરૂ કરી હતી. શાપર(વે.)ના બુદ્ધનગરમાં સર્વોદય સોસાયટીમાં રહેતા 28 વર્ષીય યુવાન રવિભાઈ જીવાભાઈ પરમારે આરોપી તરીકે રમેશ રાઠોડ(સુરત)નું નામ આપી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.ફરિયાદી યુવાને જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં રોહિતભાઇના લગ્ન ખર્ચના કારણે મારા પિતાજીને દેણુ થઇ ગયેલ હતું અને મારી પાસે કોઇ સારો કામ ધંધો ન હોય જેથી મે વિદેશમાં જઈ કોઈ નાની-મોટી નોકરી કરી રૂપિયા કમાવવાનુ વિચારેલ હતું. જે બાબતે મે મારા સાળા અલ્પેશભાઇ રમેશભાઈ ચાવડા(રહે. રાજકોટ)ને વાત કરતા તેણે કહેલ કે મારી પાસે પણ કોઇ કામ ધંધો નથી. અલગ-અલગ દેશમાં ટુરીસ્ટ વિઝાના આધારે મોકલી તે દેશમાં સારી નોકરી અપાવી, વિદેશમાં કાયમી કરી આપવાનુ કામ કરૂ છુ. .
યુવાને આ બાબતે મારા સાળા અલ્પેશભાઈ સાથે વાત કરી તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ રૂ.૨૭ હજાર, તા. ૧૦/૧૧/૨૦૨૫ ના રોજ રૂ.૨૦ હજાર મારા કેનરા બેન્ક એકાઉન્ટમાંથી તથા મારા સાળા અલ્પેશભાઈએ તેમની એસ.બી.આઇ. બેન્કના એકાઉન્ટમાંથી તા. ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ રૂ.૨૫ હજાર અને તા.૧૫/૧૦/૨૦૨૫ ના રોજ રૂ.૨૫ હજાર રમેશભાઈને ઓનલાઈ ટ્રાન્સફર કરેલ હતા. બાદ તા.૦૯/૦૨/૨૦૨૬ ના રોજ રમેશભાઈ રાઠોડ શાપર ખાતે કોઇ લગ્ન પ્રસંગમાં આવ્યા હોય ત્યારે તેઓ મારા ઘરે આવેલ હતા પહોંચો તેની સાથે જ તમારા ચારેયની નોકરીની તમામ જવાબદારી મારા ઉપર અને તે માટે તમારે મને એક વ્યક્તિ દીઠ રૂ.2.90 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. કુલ રૂ.૫,૬૭,૨૦૦ રમેશભાઇને મારા તથા મારી પત્ની વર્ષાના તેમજ મારા સાળા અલ્પેશભાઇ તથા તેમની પત્ની જાનવીબેનના મકાઉ દેશના વિઝા કરાવી ત્યાં નોકરી અપાવી પરમાનેન્ટ કરાવવા માટે ચૂકેવલ હતા. અહીં પરત આવી રમેશ રાઠોડ઼ે વિદેશમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી યુવાન અને તેના સાળા પાસેથી રૂ. 10,53,500 પડાવી લઇ અજાણ્યા દેશમાં મોકલી નિરાધાર છોડી દેતાં યુવાને શાપર(વે.) પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

