રૂમની સાફ સફાઈના બહાને બોલાવી દરવાજો બંધ કરી દઈ તરુણીને જાનથી મારી નાખવાની ધમકી આપી આબરૂ લૂંટી
સગીરાને નોકરી પર રાખનાર હોટેલ માલિકની પણ પૂછપરછ કરાશે
Rajkotતા.28
શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી હોટેલમાં સગીર મહિલા કર્મચારી પર વેઇટરે દુષ્કર્મ ગુજારી લીધાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. રૂમની સફાઈ માટે સગીરાને બોલાવી વેઈટરે જ સગીરનો દેહ ચૂંથ્યો હતો. બનાવ અંગે શહેરના કાલાવડ રોડ પર આવેલ એક હોટલમાં રહેતી અને ત્યાં જ હોટલમાં રીસેપ્શન મેનેજર તરીકે નોકરી કરતી યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યોગેન્દ્ર લોહાર (રહે. નોવા બ્લીસ સામેના રૂમમાં, નાના મવા રોડ) નું નામ આપત તાલુકા પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે કાલાવડ રોડ પરની જાણીતી હોટલમા રીસેપ્શન મેનેજર તરીકે છેલ્લા આઠ મહિનાથી નોકરી કરે છે. ગઈ તા.૨૫ ના રાત્રિના આશરે આઠેક વાગ્યે તેણી તે જ્યાં રહે છે ત્યાં રૂમ પર જતા ત્યા સાથે રહેતી નેપાળી છોકરી જે છેલ્લા આશરે એકાદ મહિનાથી સાથે રહેતી હોય તે ગભરાય ગયેલી હાલતમાં જોવામાં આવતા તેને પુછેલ કે, શુ થયું તો વાત કરેલ કે, ગઈ તા.૨૪ ના સાંજના આશરે ચારેક વાગ્યે હોટલમાં કામ કરતા યોગેંદ્ર લોહારએ ફોન કરી કહેલ કે, તમારા રૂમ પર રહેતી અન્ય એક છોકરી સાફસફાઈ માટે આવે છે, તુ પણ આવી જા. તેથી હુ હોટેલથી નીકળી રૂમની સફાઈ માટે રૂમ પર આવેલ અને આ યોગેંદ્ર લોહાર ત્યા રૂમમા હાજર હોય તેણે મને અંદર ખેંચીને રૂમ અંદરથી રૂમ બંધ કરી દીધેલ બળજબરીથી શરીર સંબંધ બાંધેલ હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એમ.જે.હુણ અને ટીમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે હોટલના સંચાલકને પણ પોલીસ મથકે બોલાવી આરોપીની વિગત મેળવી નિવેદન નોંધવામાં આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. વધુમાં સગીરને નોકરી પર રાખવા મામલે પણ કાર્યવાહી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

