Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
    • રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
    • Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
    • એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
    • Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
    • ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
    • ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
    • જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચમાં રેકોર્ડ બ્રેક GST ‌ કલેક્શન
    રાષ્ટ્રીય

    સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચમાં રેકોર્ડ બ્રેક GST ‌ કલેક્શન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગયા વષના સમાન મહિનાની સરખામણીએ સરખામણીએ ૮.૮% વધુ : ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરાયા

    New Delhi, તા.૧

    દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ ૨૦૨૬માં દેશનું GST  કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ GST  કલેક્શન વધીને ૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ૮.૨ ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અને વપરાશ  બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે.

    તેમજ જો ગ્રોસ GST કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં તે ૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૮.૮% વધુ છે. સતત વધી રહેલી GST  વસૂલાત સરકારની આવકને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં વિકાસ યોજનાઓને વેગ આપવામાં મદદ મળશે. એકંદરે, આ આંકડા ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.

    રિફંડની વાત કરીએ તો માર્ચ મહિનામાં કુલ ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે, જે વાર્ષિક ધોરણે ૧૩.૮% વધુ છે. રિફંડ વધવા છતાં સરકારની નેટ કમાણી મજબૂત રહી છે, જે ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહી. આ એવો પણ સંકેત આપે છે કે નિકાસ અને વેપાર સાથે જોડાયેલા સેક્ટર્સ હાલ પાટે છે. રેવેન્યૂના અલગ-અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો સ્થાનિક વ્યવહારોમાંથી મળતી ગ્રોસ રેવેન્યૂ ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહી, જેમાં ૫.૯% નો વધારો થયો છે. બીજી તરફ, આયાતમાંથી મળતી રેવેન્યૂ ૦.૫૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં ૧૭.૮% નો મોટો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ છે કે દેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી છે.

    સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની વાત કરીએ તો ગ્રોસ GST કલેક્શન ૮.૩% વધીને ૨૨.૨૭ લાખ કરોડ રૂપિયા થી વધુ થઈ ગયું છે. તેમજ નેટ GST ‌ રેવેન્યૂ ૭.૧% ના વધારા સાથે ૧૯.૩૪ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.  રાજ્યોના પ્રદર્શન પર નજર કરીએ તો ઘણા રાજ્યોમાં GST  કલેક્શનમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. જેમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઘટાડો પણ નોંધાયો છે, જેમ કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. એકંદરે, આ આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર અને મજબૂત દિશામાં આગળ વધી રહી છે.

    કયા મહિનામાં કેટલું કલેક્શન?

    એપ્રિલ ૨૦૨૫ઃ ૨.૩૭ લાખ કરોડ

    મે ૨૦૨૫ઃ ૨.૦૧ લાખ કરોડ

    જૂન ૨૦૨૫ઃ ૧.૮૫ લાખ કરોડ

    જુલાઈ ૨૦૨૫ઃ ૧.૯૫ લાખ કરોડ

    ઓગસ્ટ ૨૦૨૫ઃ ૧.૮૬ લાખ કરોડ

    સપ્ટેમ્બર ૨૦૨૫ઃ ૧.૮૯ લાખ કરોડ

    ઓક્ટોબર ૨૦૨૫ઃ ૧.૯૬ લાખ કરોડ

    નવેમ્બર ૨૦૨૫ઃ ૧.૭૦ લાખ કરોડ

    ડિસેમ્બર ૨૦૨૫ઃ ૧.૭૫ લાખ કરોડ

    જાન્યુઆરી ૨૦૨૬ઃ ૧.૯૩ લાખ કરોડ

    ફેબ્રુઆરી ૨૦૨૬ઃ ૧.૮૪ લાખ કરોડ

    માર્ચ ૨૦૨૬ઃ ૨ લાખ કરોડથી વધુ

    ગુજરાતે માર્ચ ૨૦૨૬માં ટેક્સ કલેક્શનમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, સેટલમેન્ટ પછીના ધોરણે, રાજ્યનું સ્ટેટ જીએસટી (SGST) કલેક્શન વાર્ષિક ધોરણે ૧૦% વધીને ૬,૮૩૫ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે માર્ચ ૨૦૨૫માં ૬,૧૯૩ કરોડ રૂપિયા હતું. જો સેટલમેન્ટ પૂર્વેના આંકડા જોઈએ તો, ગુજરાતે માર્ચ ૨૦૨૬માં ૪,૪૫૦ કરોડનું SGSTએકત્ર કર્યું છે, જે ગત વર્ષના સમાન ગાળાના ૪,૨૪૬ કરોડની સરખામણીએ ૫%નો વધારો દર્શાવે છે.

    Government treasury GST collection in March
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026
    રાષ્ટ્રીય

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    રાષ્ટ્રીય

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026
    રાષ્ટ્રીય

    મુંબઈમાં ૧૫ દિવસમાં બીજી વખત CNG માં ૨ રૂપિયાનો વધારો

    May 30, 2026
    રાષ્ટ્રીય

    Reserve Bank of Indiaએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyને કોઈ રાહત ન મળી, હાઈકોર્ટે એકસ એકાઉન્ટ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026

    Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ

    May 30, 2026

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.