Junagadh તા.4
જુનાગઢમાં રહેતી યુવતીના કચ્છ ખાતે રહેતા પતિએ દારૂ- સીગરેટના નશા સાથે રૂા.પાંચ લાખ ધંધામાં ડુબાડી વધુ નાણાની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
જુનાગઢ દિપાંજલી-2 વિનાયક એપાર્ટમેન્ટ બ્લોક નં.302માં ભાડેથી રહેતા ભોજાભાઈ દેવાયતભાઈ બાલાસરાની દિકરી રેખાબેનના લગ્ન તા.14-1-19માં આરોપી પતિ વિજય નારણ ચાવડા (ઉ.36) રે.કચ્છ તા.અંજાર સાથે થયેલ પતિ વિજયને ધંધામાં નુકશાની થતા પત્નિ રેખાબેનના આશરે 5 લાખ ડુબાડી દઈ વધુ નાણાની માંગણી કરી મારકુટ કરતો હોય માનસિક શારીરિક દુ:ખત્રાસ આપતો હોય તેમના સાસુ-સસરા શંકા-કુશંકાઓ કરી પતિનું કર્જ ચુકવવા બાબતે બોલાચાલી કરી માનસિક શારીરિક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવતા પીએસઆઈ જે.જે. માઢકે તપાસ હાથ ધરી છે.
વાહન હડફેટે મોત
ગત તા.3-3-26ની રાત્રીના કોયલાણા પાટીયા પાસે રોડ પર એક અજાણ્યા પુરૂષ (ઉ.45)ને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ લેતા માથામાં ગંભીર ઈજા થતા અજાણ્યા પુરૂષનું મોત નોંધાયુ છે અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ભાગી છુટતા કેશોદ પોલીસ સબ ઈન્સ. જે.આર. ઝાળાએ તપાસ હાથ ધરી છે.
બેટ ફટકાર્યું
ફરીયાદી ભીખુભાઈ રામભાઈ સોનારા (ઉ.46) રે.માણેકવાડાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત સાંજે 6 કલાકે તેમનો દિકરો અને મીત્રો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે આરોપી પ્રદ્યુમન ઉર્ફે પોલો દેવદાન કુવાડીયા રે. માણેકવાડા વાળાએ ભીખુભાઈના દિકરાને કહેલ કે તને ક્રિકેટ રમતા નથી આવડતું બેટ મને આપી દે જે બેટ ન આપતા બાળક પાસેથી બેટ ઝુંટવી લઈ હાથની કોણીમાં મારી હાથમાં ફેકચર કરી નાખતા કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

