Morbi,તા.07
મોરબીમાં ખાનગી નોકરી કરતા ૨૦ વર્ષીય યુવાને પોતાની રહેણાંક ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત મુજબ, મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના ડોળાસા ગામના વતની ૨૦ વર્ષીય અંકિતભાઈ કાનાભાઈ મકવાણા મોરબીમાં ખાનગી નોકરી અર્થે રહેતા હતા. ગત ૫ એપ્રિલના રોજ રાત્રિના સમયે અંકિતે પોતાની ઓરડીમાં છતના પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

