(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૯
Morbiમાં રહેતી મહિલાએ પ્રેમલગ્ન કર્યા હોય અને તે યુવાનના ઘરે આવતા જતા હોય જે સારું નહિ લાગતા ચાર ઇસમોએ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે
Morbiના રોહીદાસપરામાં રહેતા ભાવેશ મહેશભાઈ સારેસાએ આરોપીઓ ગૌતમ ત્રિભુવનભાઈ કાટિયા, મહેન્દ્ર વિરજીભાઈ કાટિયા, દેહાભાઈ લાલાભાઈ કાટિયા અને કેતન નારણભાઈ કાટિયા રહે બધા રોહીદાસપરા વિસીપરા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના માનીતા ફૈબાએ પ્રેમલગ્ન કરેલ હોય અને તે ફરિયાદી ભાવેશના ઘરે આવતા જતા હોય જે આરોપીઓને સારું નહિ લાગતા ફરિયાદી ભાવેશ, રમેશભાઈ સારેસા અને મંજુલાબેન સારેસા ત્રણેય ઘરે હાજર હોય ત્યારે આરોપીઓ લોખંડ પાઈપ લઈને ઘરમાં અપ પ્રવેશ કર્યો હતો આરોપીએ ફરિયાદી ભાવેશને માથામાં લોખંડ પાઈપ મારી ઈજા કરી ઢીકા પાટું અને લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી હતી
જયારે સામાપક્ષે ફરિયાદી ત્રિભુવનભાઈ લાલજીભાઈ કાટિયાએ આરોપીઓ રમેશ અંબાલાલ સારેસા, ભાવેશ મહેશ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મોટાભાઈની દીકરીએ પ્રેમલગ્ન કરેલ છે જે તેના પતિ સાથે આરોપી રમેશ સારેસાના ઘરે આવતા જતા હોય જેથી ફરિયાદી ત્રિભુવનભાઈ, ગૌતમભાઈ અને મહેન્દ્રભાઈ તેમજ દેહાભાઈ તથા ચેતનભાઈ બધા સમજાવવા ઘરે ગયા હતા ત્યારે આરોપીઓએ ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

