(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૯
શહેરના મણીમંદિર નજીકથી ૭૦ વર્ષના વૃદ્ધ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે પુરપાટ જતા કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં વૃદ્ધને માથા અને છાતીમાં ઈજા પહોંચાડી કાર ચાલક નાસી ગયો હતો
Morbiના રફાળેશ્વર ગામે સોનલ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ નરશીભાઈ ખાભડીયા (ઉ.વ.૭૦) વાળાએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ ના રોજ સાડા નવ વાગ્યા આસપાસ ફરિયાદી પોતાનું બાઈક જીજે ૩૬ એકયું ૯૫૭૨ લઈને મણીમંદિર પાસે તાલુકા પંચાયત પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી ટક્કર મારી હતી ફરિયાદી પ્રભુભાઈને માથા અને છાતીમાં ઈજા પહોંચાડી આરોપી ચાલક નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

