Morbi,તા.07
નસીતપર ગામની સીમમાં આવેલ ફેકટરીમાં કામ કરતા કર્મચારીને પગારના બાકી રૂપિયા લેવા બાબતે મેનેજરને ફોન કરતા ગાળો આપી ધોકા વડે માર મારી શરીરે ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે
પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) વાળાએ આરોપી ધરતી સ્પીનીંગ મિલના મેનેજર સંતોષ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ધરતી સ્પીનીંગ મિલમાં પગારના બાકી નીકળતા રૂપિયા લેવાના હોય જે માટે આરોપી મેનેજર સંતોષ પટેલને ફોન કર્યો હતો જે સારું નહિ લાગતા મેનેજરે લેબર ક્વાર્ટર પાસે જેમ ફાવે તેમ ગાળો આપી ધોકા વડે માર મારી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

