Rajkot,તા.09
ગોંડલ રોડ ચોકડી નજીક આવેલી મહિરાજ હોટલ પાસે કારમાંથી વિદેશી દારૂની ૨૩૧ બોટલ મળી રૂ.૧૦.૪૬ લાખના મુદ્દા માલ સાથે કુલદીપ પાથર નામના બુટલેગરની પીસીબીની ટીમે ધરપકડ કરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલિંગ અને નાઈટ કોમ્બિંગ હાથ ધરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાના પગલે, પીસીબી ઇન્ચાર્જ પી.આઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ગોંડલ રોડ ચોકડી નજીક આવેલી મહિરાજ હોટલ ની સામે GJ-03 -PJ – 8246 નંબરની થારમા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ હેરા ફેરી કરે છે.બાતમીના પગલે પીસીબી ની ટીમ ગોંડલ રોડ ચોકડીએ પહોંચી, માહિતી મળેલી થારને ઝડપી લઇ, તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૨૩૧ બોટલ મળી આવી હતી. પોલીસે કાર અને વિદેશી દારૂ મળી રૂ. ૧૦.૪૬ લાખના મુદ્દા માલ સાથે રણુજા મંદિર પાસે આવેલી શ્રમજીવી સોસાયટી શેરી નંબર ૦૧ માં રહેતો કુલદીપ ગોરધનભાઈ પાઠક નામના બુટલેગરની ધરપકડ કરી છે. ઝડપાયેલો શખ્સ અગાઉ દાહોદની ધાનપુર જેલમાં દારૂના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. પોલીસે દારૂ અંગે પૂછપરછ કરતા તેણે સાયલાના શખ્સ પાસેથી દારૂ લાવ્યાની કબૂલાત આપી છે. આ દરોડા ની કામગીરી પીસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયા પીએસઆઇ આર કે જાડેજા, પી બી ત્રાજિયા સહિતના સ્ટાફે ફરજ બજાવી છે.

