Patna તા.9
બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર આવતીકાલે રાજયસભાના સભ્યપદે શપથ લેનાર છે અને અચાનક જ ફેરવાયેલા કાર્યક્રમ મુજબ તેઓ એકલા જ કાલે શપથ લેશે. અગાઉ એવુ નિશ્ચિત થયુ હતું કે તા.16ના રોજ બિહારમાંથી ચુંટાયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન સહિત તમામ પાંચ એનડીએ નેતાઓ સાથે જ શપથ લેશે.
પરંતુ હવે નિતીશકુમાર એકલા જ સાથે શપથ લઈ રહ્યા છે અને તે પહેલા તેઓએ જનતાદળ યુ ના નેતાઓ સાથે બેઠક પણ યોજશે અને બાદમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહને પણ મળનાર છે.
નિતીશકુમાર બિહારના મુખ્યમંત્રીપદેથી કયારે રાજીનામુ આપે છે તેના પર નજર છે અને જેમ તેમની શપથવિધિ વહેલી કરાઈ રહી છે તે જોતા તા.10 બાદ કોઈપણ દિવસે તેઓ બિહાર પહોંચીને રાજીનામુ આપી શકે છે.
આમ બિહારમાં નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યું છે અને તેમાં નિતીશના પુત્ર નિશાંતકુમારની ભૂમિકા પણ શું હશે તે પણ ચર્ચા છે તો ભાજપ હાલના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને હવે મુખ્યમંત્રી બનાવે છે કે અન્ય કોઈ ચોંકાવનારુ નામ લાવે છે તે પણ પ્રશ્ન છે અને નિશાંતકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવાશે કે કેમ તે પણ ચર્ચામાં છે.

