(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૦ઃ
Amreli જિલ્લામાં ગત તા.૯ ના રોજ મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ રાખવામાં આવેલ હતી. જે દરમિયાન ૩૫ ખાતાધારકને વેરીફાઇ કરવામા આવેલ હતા. અને આવા ૩૫ ખાતાધારકમાંથી ૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. જેમાં ૧ ખાતાધારક વિરુધ્ધ સમન્વય પોર્ટલ પર દેશના અલગ અલગ રાજયમાં ૫૪ ફરિયાદ નોધાયેલ હતી. જે ૫૪ ફરિયાદની કુલ ફ્રોડની રકમ રૂપિયા ૭૦,૫૦,૮૦,૨૪૯ થાય છે. જે પૈકી આ ૧૫ એકાઉન્ટ ધારકના ખાતામાં ફ્રોડની રકમ રૂપિયા ૧,૨૬,૬૧,૦૨ રૂપીયા આવેલ છે.
Amreli પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા અમરેલી જીલ્લામ સાયબર ક્રાઇમ સબંધીત ગુન્હાઓ અટકાવવા તથા વણઉકેલ ગુન્હાઓને ભેદ ઉકેલી આરોપીઓ ને ઝડપી પાડવા સુચના આપેલ છે. જેથી પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ આવા ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા માટે અમરેલી જીલ્લામાં ગત તા.૯ ના રોજ મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ રાખવામાં આવેલ હતી. જે ડ્રાઈવ અંતર્ગ સમન્વય પોટર્લ ઉપર અમરેલી જીલ્લાના ચાર જેટલી ફરિયાદ નોધાયેલ હોય તેવા ૩૫ ખાતાધારકને વેરીફાઇ કરવામા આવેલ હતા. અને આવા ૩૫ ખાતાધારકમાંથી ૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. જેમાં ૧ ખાતાધારક વિરુધ્ધ સમન્વય પોર્ટલ પર દેશના અલગ અલગ રાજયમાં ૫૪ ફરિયાદ નોધાયેલ હતી. જે ૫૪ ફરિયાદની કુલ ફ્રોડની રકમ રૂપિયા ૭૦,૫૦,૮૦,૨૪૯ થાય છે. જે પૈકી આ ૧૫ એકાઉન્ટ ધારકના ખાતામાં ફ્રોડની રકમ રૂપિયા ૧,૨૬,૬૧,૦૨ રૂપીયા આવેલ છે.
જે પૈકી અમરેલીમાં આવેલ સહજાનંદ પરા-૨,માં રહેતા ભાર્ગવ રાજુભાઇ જોષી, ધારી તાલુકાના માલસિકા ગામે રહેતા હિતેશ ભીખુભાઇ વાળા, બગસરાના અમરાપરામાં રહેતા ગોહિલ જેમ્સ સંજયભાઇ, બગસરાના સ્વામી વિવેકાનંદ સોસાયટી રહેતા પુજન જિવનભાઇ ધોરીયા તથા બાબરા ગામે અમરેલી રોડ ઉપર રહેતા રાહુલ નથુભાઇ ગમારા સહિત ૫ આરોપીને પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

