Rajkot, તા.11
સ્વયંભૂ બ્રહ્મ સેવક ગ્રુપ દ્વારા વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી તા.૧૪ થી ૧૯ એપ્રિલ કરવામાં આવશે. વિવિધ કાર્યક્રમોની રૂપરેખામાં તા.૧૪ ના ગૃહ મંદિર એવા અયોઘ્યા ચોકથી સાંજે ૫ કલાકે આલાપ ગ્રીનસીટી ખાતે સ્થાપના યાત્રા, રાત્રે ૮-૩૦ રાષ્ટ્રગીત-મહાઆરતી તા.૧૫ ના મહિલા પાંખ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકો માટે અલગ-અલગ સ્પર્ધા, તા.૧૬ની સાંજે શિવ ડાન્સીકલ ગ્રુપ અને તેમની ટીમ દ્વારા નૃત્ય-ડાન્સનો કાર્યક્રમ યોજાશે.
તા.૧૭ ના રોજ મહિલા પાંખ દ્વારા દાંડિયારાસની રમઝટ તથા તા.૧૮ ની સાંજે ૪.૩૦ કલાકે આનંદનો ગરબો, અન્નકૂટ તથા રાત્રે ૮ થી ૧૧ હર્ષિલ કનૈયા તથા ચિરાગ કવાનો લોકડાયરો કાર્યક્રમ તેમજ તા.૧૯ ને રવિવારે સવારે ૮-૩૦ કલાકે યજ્ઞ તથા પરશુરામદાદાનુ ઉત્થાપન કરવામાં આવશે આ પ્રસંગે ધર્મપ્રેમિ જનતાએ લાભ લેવા એક યાદીમાં જણાવાયુ છે.

