અલગ અલગ ડિવિઝનમાં ફરજ બજાવતા આઠ એએસઆઈ, 13 હેડ કોન્સ્ટેબલ અને સાત કોન્સ્ટેબલની બ્રાન્ચમાં નિમણૂક
Harpalsinh Jadeja,Rajkot,તા.19
શહેર પોલીસમાં ફરજ બજાવતા 30 પોલિસમેનોને મહત્વની બ્રાન્ચોમાં પોસ્ટિંગ અપાયું છે. પોલીસ કમિશ્નર દ્વારા બદલીનો આદેશ જાહેર કરાયો છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા વહીવટી સરળતા અને માંગણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે બદલી પામેલામાં માલવીયનગર પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ રાજદીપસિંહ ગોહિલને પેરોલ ફર્લો સ્ક્વોડમાં, તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ નિકુંજભાઇ મારવીયાને ક્રાઈમ બ્રાન્ચ, રણજીતસિંહ જાડેજાને ક્રાઈમ બ્રાન્ચ, આજીડેમ પોલીસના ભાવેશભાઇ વાઘેલાને આર્થિક ગુન્હા નિવારણ સેલ, એ.ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ સાગર માવદિયાને ક્રાઈમ બ્રાન્ચ, ધર્મેશ ખાંટિયાને ક્રાઈમ બ્રાન્ચ, મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલ શાંત મુલીયાને એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટ, ટ્રાફિક શાખાના અમીતકુમાર ટૂંડિયાને ક્રાઈમ બ્રાન્ચ, હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઇ અમરેલીયાને આર્થિક ગુન્હા નિવારણ સેલ, ટ્રાફિક શાખાના બાદલ દવે પોલીસ કમિશનરની રીડર શાખામાં, બી. ડિવિઝનના લાલજી કડગડાની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે.
જ્યારે તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજા એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટ, ભુપતભાઇ દેસાઇ આર્થિક ગુન્હા નિવારણ સેલ એરપોર્ટ પોલીસના યશપાલસિંહ ઝાલા એસઓજી, યુની. ના ભરતસિંહ પરમાર એસઓજીમાં મુકાયા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તાકીદની અસરથી છ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા સત્યજીતસિંહ જાડેજા, મૈસુરભાઈ, સહદેવસિંહ જાડેજાને એલસીબી ઝોન-૨ માં અને નીખીલભાઈ પીરોજીયા, નરેન્દ્રકુમાર ગઢવી અને વિરદેવસિંહ જાડેજાને એલસીબી ઝોન-૧ માં મુકાયા છે.

