(મિલન જોશી દ્વારા)
જૂનાગઢ તા.૨૦
Rajkot સાસરિયું ધરાવતી અને જૂનાગઢમાં પિયરીયે આવેલ પરણિત યુવતીએ તેના પતિ સહિતના ૫ સાસરિયાઓ સામે શારીરીક, માનસિક દુઃખ ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Rajkot સાસરિયું ધરાવતી મુળ નાંદરખા ગામના અને હાલમાં જૂનાગઢના તુલસી વન એપાર્ટમેન્ટમાં પિયરીએ રહેતી મીતલબેન ડો/ઓ ભોવાનભાઇ જીવરાજભાઇ લાડાણી (ઉ.વ.૨૯) તેના રાજકોટના વ્રજ માધવ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક ખાતે રહેતા પતિ રવીભાઇ મનસુખભાઇ બેચરા, વંથલીના ઘંટીયા ગામે રહેતા સાસુ ચંપાબેન અને સસરા મનસુખભાઇ નરશીભાઇ તથા રાજકોટ સાસરે રહેતી નણંદો રેશ્માબેન પ્રશાંતકુમાર દેસાઇ અને ડેનીશાબેન વા/ઓ મેહુલભાઇ ઝાલાવડીયા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, મીતલબેનની બંને નણંદો, મીતલબેનના પતિ, સાસુ અને સસરાને ચડામણી કરતા તેણીના પતિ દારૂ પીને ઘરે આવી, ઝઘડો કરી મારકુટ કરી તથા ફરીયાદી મિતલબેનના ફોનની છુપી રીતે દેખરેખ રાખી, શારીરીક માનસિક દુખત્રાસ આપી, તથા સાસુ, સસરા ઘરકામ બાબતે મેણાટોણા બોલી, તમામ આરોપીઓએ મિતલબેન વિશે ચારીત્ર્ય બાબતે શંકાઓ કરી, તારે રહેવુ હોય તો રે, બાકી તારા મા બાપ પાસે જતી રે તેમ કહી માનસિક દુખત્રાસ આપી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ છે. આ અંગે મહિલા પોલીસે મહિલાની ફરિયાદ લઈ, તેણીના આરોપી પતિ, સાસુ, સસરા, અને બે નણંદો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

